નવી સરકાર બન્યા બાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભા 370ની કલમ ફરીથી લાગુ કરવા માટે ઠરાવ મૂકવામાં આવ્યો છે, જેને લઈ ભાજપ લાલઘુમ થઈ છે. આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પાટીલે જણાવ્યું હતું કે, નેશનલ કોંગ્રેસ બંધારણીય નિર્ણય તોડવા માંગે છે. જે નેતા હાથમાં બંધારણ લઈને વાતો કરે છે, તેજ બંધારણના નિર્ણયને માનતા નથી. 370ની કલમ ફરીથી જમ્મુ-કશ્મીરમાં લાગુ થશે નહીં. હું કોંગ્રેસને પૂછવા માંગીશ કે બંધારણને લઈ તમારી વફાદારી ક્યાં છે? મુસ્લિમ યુવતી, દલિત અને આદિવાસીના હક શા માટે છીનવાનો પ્રયાસ કરો છો? કોંગ્રેસનો અસલી ચેહરો લોકો સામે આવ્યો છે. નેશનલ કોંગ્રેસે પહેલી વાર બંધારણ મૂજબ શપથ લીધાઃ પાટીલ
વધુમાં પાટીલે જણાવ્યુ હતું કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ 370નો ઠરાવ મૂકવામાં અવ્યો છે તે અંગે કહેવા માગીશ નેશનલ કોંગ્રેસે પહેલી વાર બંધારણ મૂજબ શપથ લીધા છે. પરંતુ સંસદમાં જે બંધારણના આધારે જે નિર્ણય લેવાયો તેણે રદ્દ કરવામા માંગે છે. 370 હટાવવાથી કશ્મીરના લોકોને પણ લાગે છે કે, તેમને ખરા અર્થમાં સ્વતંત્રતા મળી છે. દીકરીઓને અધિકાર મળ્યા છે. આદિવાસી સમાજને પણ રિઝર્વેશનનો લાભ મળતો થયો છે. ‘કોંગ્રેસ બંધારણને તોડવાનું કામ હંમેશાથી કરતી આવી છે’
સાથે તેઓએ જણાવ્યુ હતુ કે, હું કોંગ્રેસને પૂછવા માંગીશ કે તેમનાં નેતા હાથમાં બંધારણની કોપી લઈને ફરે છે, તો નેશનલ કોંગ્રેસને કલમ 370 મુદ્દે સમર્થન શા માટે કરી રહી છે. કોંગ્રેસ બંધારણને તોડવાનું કામ હંમેશાથી કરતી આવી છે. કોંગ્રેસને શું સમસ્યા છે જો કોઈ મુસ્લિમ દીકરી, આદિવાસી અને દલીતને તેમનો ન્યાય મળે… ‘370ની કલમ હટાવવી સુપ્રીમ કોર્ટને કાયદાકીય રીતે યોગ્ય લાગી’
વધુમાં ઉમેર્યું કે, ત્રાસવાદી હુમલામાં 70 ટકા ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર વિકાસના કામો કરવાનાં બદલે બંધારણીય લેવાયેલો નિર્ણય તોડવાનો પ્રયાસો કરે છે અને કોંગ્રેસ તેમને સપોટ કરે છે. કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસનો અસલી ચહેરો લોકો સામે આવ્યો છે. જે 370ની કલમ હટાવવામાં આવી છે, જેને સુપ્રીમ કોર્ટે કાયદાકીય રીતે યોગ્ય ગણાવી છે. તેને કોઈ ફરીથી લાવી શકશે નહિ, એ હું કહેવા માંગીશ.