શ્રી જલારામ સેવા સમિતિ દ્વારકા તેમજ સમસ્ત રઘુવંશી પરિવાર દ્વારા પૂજ્ય શ્રી જલારામ બાપાની રરપમી જન્મજયંતિ ભકિતભાવપૂર્વક ઉજવાઈ ગયેલ. આ પ્રસંગે દ્વારકાધીશ સોસાયટીમાં આવેલા શ્રી જલારામ મંદિરે સવારે અભિષેક પુજા, ધ્વજારોહણ, બપોરે અન્નકુટ દર્શન, સાંજે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. બાદમાં જલારામબાપાની શોભાયાત્રા શ્રી લોહાણા મહાજન વાડીએથી પ્રસ્થાન કરી દ્વારકાના વિવિધ માર્ગો પર ફરી મહાજનવાડીએ પરત ફરી હતી. જેમાં બહોળી સંખ્યામાં રઘુવંશીઓ જોડાયા હતા. આ પ્રસંગે યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટા પ્રમાણમાં રક્તદાતાઓએ સ્વૈચ્છીક રક્તદાન કર્યું. અંતમાં રઘુવંશી ભાઈ-બહેનો માટે લોહાણા મહાજનવાડીમાં સમૂહ મહાપ્રસાદ (નાત) યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો.. આમ જલારામ જયંતિ મહોત્સવ ધામધૂમથી સંપન્ન થયો હતો. સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા માટે રઘુવંશી આગેવાનો તથા યુવાનોએ જહેમત ઉઠાવી હતી. આજરોજ જલારામ જયંતિના પાવન અવસરે દ્વારકાના જલારામ મંદિરે સંત શિરોમણિ શ્રી જલારામ બાપાની કલાત્મક રંગોળી સ્થાનીય ભાવિકો દ્વારા કરવામાં આવી હતી. જલારામ બાપાના અન્નકૂટ મનોરથ સહિતના દર્શનોની સાથે બહોળી સંખ્યામાં રઘુવંશી પરિવારોએ રંગોળીને તાદૃશ નિહાળી હતી. આ ઉપરાંત સાંજના સમયે દ્વારકા લોહાણા મહાજનવાડીથી સંત શિરોમણિ જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જે શહેરના રાજમાર્ગો પર ફરી પરત લોહાણા મહાજનવાડી પહોંચી હતી. શોભાયાત્રાનું શહેરભરમાં ઠેરઠેર રઘુવંશીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિરદાદા જશરાજ રઘુવંશી ફાઉન્ડેશન દ્વારા યાત્રા-પ્રવાસનું ભવ્ય આયોજન
લોહાણા સમાજના સંતો-સુરાઓ, પરાક્રમી રાજાઓની જાણકારી રઘુવંશી ભાઈઓ, બહેનો યુવાનોને પ્રાપ્ત થાય અને માસજના પુરાતન ઈતિહાસ વિશે જાગૃતિ કેળવાય તેવા શુભ આશય સાથે શ્રી વિરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા આગામી તા.15.12.24 ને રવિવારના રોજ ઐતિહાસિક કરેલ છે. એક દિવસીય આ આવેલ બજરંગદાસબાપા વીરબાઈ માતાનું મંદિર, સમાજના પરાક્રમી યુવા રાજવી મંદિર, જસદણમાં આવેલ શ્રી આધ્યાત્મિક સ્થળોનો સમાવેશ સવારે 9-30 કલાકે અને રાત્રિના આશરે 10.00 આવશે. સવારનો નાસ્તો, ભોજનની વ્યવસ્થા અનુકુળ નિઃશુલ્ક પ્રવાસમાં જોડાવવા સ્મથના પ્રવાસનું આયોજન પ્રવાસમાં ત્રંબા ગામમાં આશ્રમ, કોટડાપીઠાનું આટકોટનું રઘુવંશી શ્રી વિરદાદા જશરાજનું જલારામ મંદિર સહિતના થાય છે. આ યાત્રાપ્રવાસ જામનગરથી પ્રસ્થાન થશે. જામનગર પરત બપોરનું ભોજન, રાત્રિ સ્થળ પર રાખેલ છે. આ માટે તા.25 નવેમ્બર, 2024 સુધી સંસ્થાના કાર્યાલય રરપ, માધવ દર્શન કોમ્પ્લેક્ષ, ક્રિકેટ બંગલો, જામનગરમાં બપોરે 1.00 થી 5.00 દરમ્યાન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે તેમ ફાઉન્ડેશનના પ્રમુખ ભરતભાઈ કાનાબારે અનુરોધ કરેલ છે. ખંભાળિયામાં જલારામ બાપાની વિશાળ શોભાયાત્રા નીકળી
પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતી નિમિત્તે આજે ખંભાળિયામાં અનેકવિધ કાર્યક્રમ સુંદર રીતે યોજવામાં આવ્યા હતા. જેમાં પરંપરાગત શોભાયાત્રાનું વિશેષ આકર્ષણ રહ્યું હતું. દર વર્ષની જે મા વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિની સંસ્થાઓ તેમજ જલારામ ભક્તો દ્વારા પૂજ્ય જલારામ બાપાની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં આ વખતે પણ સાંજે અહીં જલારામ મંદિર ખાતેથી બાપાની વિશાળ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જે અહીંના જોધપુર ગેઈટ, પોસ્ટ ઓફિસ રોડ, નગર ગેઈટ, સ્ટેશન રોડ, બેઠક રોડ થઈને વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે સંપન્ન થઈ હતી. માર્ગમાં શોભાયાત્રાનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે રાસ ગરબા અને ફટાકડા તેમજ આતશબાજીની રમઝટ બોલાવવામાં આવી હતી. આ આયોજનમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તો હોંશભેર જોડાયા હતા.