back to top
Homeદુનિયાટ્રમ્પ 2.0:અમેરિકામાં પહેલીવાર 226 વર્ષ જૂના કાયદા દ્વારા ઘૂસણખોરોને પાછા કાઢવા ટ્રમ્પની...

ટ્રમ્પ 2.0:અમેરિકામાં પહેલીવાર 226 વર્ષ જૂના કાયદા દ્વારા ઘૂસણખોરોને પાછા કાઢવા ટ્રમ્પની તૈયારી

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આશરે સવા કરોડ ગેરકાયદે ઘૂસણખોરોને ખદેડવાની મોટી તૈયારીમાં છે. ટ્રમ્પની ટીમના પ્રમાણે જાન્યુઆરીમાં પદ સંભાળ્યા પછી ગેરકાયદે ઘૂસણખોરોને બહાર કાઢવા માટે વર્ષ 1798ના “એલિયન એનિમી એક્ટ’નો ઉપયોગ કરવા જઇ રહ્યા છે. આ કાયદા પ્રમાણે રાષ્ટ્રપતિને અધિકાર છે કે તેઓ 14 વર્ષથી વધુ ઉંમરની કોઇપણ વ્યક્તિને અમેરિકામાંથી બહાર કાઢી શકે છે. ટ્રમ્પ આ કાયદાનો ઉપયોગ કરનારા પ્રથમ રાષ્ટ્રપતિ હશે. હાલ ગેરકાયદે ઘૂસણખોરોને બહાર કાઢવાની લાંબી પ્રક્રિયા છે. ગેરકાયદે ઘૂસણખોર પકડાઇ જવાથી શરણ માટે અરજી કરી નાંખે છે. તે અરજીના નિકાલ માટે ઘણો સમય લાગે છે. ત્યાં સુધી ઘૂસણખોરને અમેરિકામાં રહેવા માટે હક મળી જાય છે. ટ્રમ્પની ટીમનંુ માનવુ છે કે ગેરકાયદે ઘૂસણખોરોના મુદ્દે ટ્રમ્પને ઘણા મત મળ્યાં છે. ટ્રમ્પના વોટરોમાંથી 24% એ ગેરકાયદે ઘૂસણખોરીને મોટો મુદ્દો માન્યો છે. આ મુદ્દો મોંઘવારી પછી બીજા નંબરે હતો. ગેરકાયદે ઘૂસણખોરોનેે કારણે અમેરિકામાં દર વર્ષે આશરે રૂ.3.5 લાખ કરોડનો વધારાનો બોજો ઉઠાવવો પડે છે. 10 રાજ્યોમાં ટ્રમ્પના ગવર્નર, અહીં નેશનલ ગાર્ડ તૈનાત કરાશે
ટ્રમ્પ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને રોકવા માટે મેક્સિકો અને કેનેડાની સરહદે આવેલા યુએસ રાજ્યોમાં નેશનલ ગાર્ડ તૈનાત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ વખતે 16 સરહદી રાજ્યોમાંથી 10માં ટ્રમ્પની પાર્ટીના ગવર્નરો જીત્યા છે. ટ્રમ્પના સલાહકાર સ્ટીફન મિલરના જણાવ્યા મુજબ, ગવર્નર નેશનલ ગાર્ડને ગેરકનુની પ્રવાસિઓની ધરપકડ કરવાનો આદેશ આપી શકશે. અત્યાર સુધી, તે જ રાજ્યના બોર્ડર પેટ્રોલ યુનિટ સરહદી રાજ્યોમાં તૈનાત છે, જેની જવાબદારી ગેરકાયદે વસાહતીઓને પકડવાની છે. પરંતુ હવે ફેડરલ નેશનલ ગાર્ડ તૈનાત કરવામાં આવશે. 53% ભારતીયોએ ટ્રમ્પને મત આપ્યો, આ 9% વધુ છે
આઈએએએસના સરવે અનુસાર, આ વખતે 53% ભારતીય અમેરિકનોએ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને મત આપ્યો છે. જ્યારે 2020ની ચૂંટણીમાં 44% ભારતીયોએ ટ્રમ્પને મત આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે સ્વિંગ સ્ટેટ જ્યોર્જિયા અને પેન્સિલવેનિયામાં ટ્રમ્પની જીતમાં ભારતીયો મહત્વપૂર્ણ રહ્યા છે. અહીં એશિયન માઈગ્રન્ટ ગ્રૂપમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments