શહેરમાં ધારાસભ્યે પણ હવે વિસ્તારના વિકાસના કામો કરાવવા માટે હવે સ્થાયી સભ્યોને પણ કોલ કરી આજીજી કરવી પડશે, તેવી સ્થિતિ ઊભી થઈ છે. પાલિકાની સ્થાયી સમિતિમાં તાંદલજા તળાવ પર કલ્વર્ટ બનાવવાના કામને મુલતવી રખાતા વિવાદ થયો છે. અકોટાના ધારાસભ્ય અને સ્થાયી સમિતિના સભ્ય તથા વોર્ડ 10ના કાઉન્સિલરની કામ મંજૂર કરવાની ભલામણ હોવા છતાં સ્થાયી સભ્યે અમને કોઈનો કોલ નથી આવ્યો તેમ કહી વિરોધ કરતા કામ મુલતવી રાખવું પડ્યું હતું. હવે કોઈપણ કામ માટે સ્થાયી ચેરમેન સિવાય અન્ય સભ્યોને પણ ધારાસભ્યોએ પર્સનલ કોલ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. સ્થાયીની બેઠકમાં તાંદલજા તળાવ પર કલ્વર્ટ બનાવવા માટે અંદાજિત ભાવ કરતાં 23 ટકા વધુ રૂ. 56 લાખના ભાવે કામગીરી કરવા માટેની દરખાસ્ત આવી હતી. આ કામ પર ચર્ચા દરમિયાન ભાવ વધુ છે અને 5 ટકા ભાવ ઓછા કરવા જોઈએ તેવી સ્થાયી સભ્યોએ રજૂઆત મૂકી હતી. જો કે સ્થાયી ચેરમેને ધારાસભ્ય, સ્થાયીના ગેરહાજર સભ્ય અને કાઉન્સિલરની ભલામણ છે તેમ કહ્યું હતું. જો કે ધારાસભ્ય કે સ્થાયીના સભ્યે અમને કોલ કરીને નથી કહ્યું તેમ કહી એક સભ્યે કામનો વિરોધ કર્યો હતો. તેટલું જ નહીં અન્ય એક સભ્યે જો હું ચેરમેન હોવું તો 5 ટકા ભાવ ઓછો કરાવું તેવી બડાસ મારી કામનો વિરોધ કર્યો હતો. સ્થાયીમાં સભ્યે કહ્યું કે, ધારાસભ્ય કે કાઉન્સિલરનો અમને કોઈ કોલ આવ્યો નથી ધારાસભ્યોએ કામ મંજૂર કરાવવા હવે સભ્યોને કોલ કરી આજીજી કરવી પડશે ભાજપ કાર્યાલયનો આદેશ છતાં વધારાનું કામ ન ચઢાવાયું પાલિકાની સ્થાયી સમિતિમાં વોર્ડ 8માં પાણી પુરવઠાની લાઈનની નિભાવણીના વાર્ષિક ઇજારાનું કામ વધારાના કામ તરીકે લવાયુ હતું. પરંતુ શહેર ભાજપ કાર્યાલયથી આવેલી સૂચના બાદ તેને મંજૂર કરાયું ન હતું. સ્થાયીના સભ્યે આ કામ ચઢાવવા માટે ભલામણ કરી હતી. પરંતુ વધારાના કામ નહીં ચઢાવવા ભાજપ કાર્યાલયથી આવેલી સૂચના બાદ કામને મંજૂર કરાયું ન હોવાની માહિતી મળી છે.