બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણ તેમની પુત્રી દુઆના જન્મ પછી પ્રથમ વખત સાથે જોવા મળ્યા હતા. કપલ તેમની પુત્રી દુઆ સાથે કલિનાના ખાનગી એરપોર્ટ ટર્મિનલ પર જોવા મળ્યા હતા. સામે આવેલા વીડિયોમાં દીપિકા તેની પુત્રી દુઆને તેની છાતી સાથે વળગાડીને બેઠેલી જોવા મળી રહી છે. જો કે, દંપતીએ તેમની પુત્રીનો ચહેરો પાપારાઝીને બતાવ્યો ન હતો. પુત્રી સાથે ફરવા નીકળી દીપિકા
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આ દિવસોમાં મધરહૂડ એન્જોય કરી રહી છે. ગત 8 સપ્ટેમ્બરે દીપિકા નાનકડી પરીની મા બની હતી ત્યારે હવે એક્ટ્રેસ પોતાની લાડકી સાથે ફરતી જોવા મળી છે દિપિકાએ થોડા દિવસ પહેલાં જ પોતાની પુત્રીની પહેલી તસવીર પોસ્ટ કરીને તેના નામનો ખુલાસો કર્યો હતો. એક્ટ્રેસ કહ્યું હતું કે, પુત્રીનું નામ દુઆ પાદુકોણ સિંહ રાખવામાં આવ્યું છે હવે એક્ટ્રેસ પોતાની પુત્રી સાથે પહેલી ટ્રિપ પર નીકળી છે, મુંબઈ એરપોર્ટ પર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જોવા મળ્યા હતા ત્યારે તે બન્નેને પાપારાઝીએ કેમેરામાં કેદ કર્યા હતા. આ દરમિયાન કપલની પીઠ કેમેરા તરફ હતી, દીપિકાએ બેબી કેરિયર બોંધેલું હતું. ફોટોમાં એક્ટ્રેસને જોઈને લાગી રહ્યું છે કે, તેણે દીકરી દુઆને ગોદમાં રાખેલી છે એરપોર્ટ પર રણવીરની મા અને દીપિકાના સાસુ અંજૂ ભવનાની પણ જોવા મળ્યાં હતા, એ જોઈને લાગે છે કે, કપલ કોઈ મોટું ફેમિલી વેકેશન એન્જોય કરવાનું છે આ પહેલા દીપિકા પાદુકોણે એક બાળકીનો વીડિયો પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરીને જણાવ્યું હતું કે, 2 મહિનાની બાળકી ન તો ખાવા દે છે કે ન તો સૂવા દે છે કે નતો કંઈ કામ કરવા દે છે નોંધનીય છે કે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે નવેમ્બર 2018માં લગ્ન કર્યા હતા. સપ્ટેમ્બર 2024માં આ કપલે પોતાના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું. હાલ બન્ને પેરેન્ટહુડ એન્જોય કરી રહ્યા છે