back to top
Homeસ્પોર્ટ્સબીજી અનઑફિશિયલ ટેસ્ટ-AUS-A પહેલી ઇનિંગમાં 223 રનમાં ઓલઆઉટ:માર્કસ હેરિસની ફિફ્ટી; પ્રસિદ્ધ ક્રિષ્નાને...

બીજી અનઑફિશિયલ ટેસ્ટ-AUS-A પહેલી ઇનિંગમાં 223 રનમાં ઓલઆઉટ:માર્કસ હેરિસની ફિફ્ટી; પ્રસિદ્ધ ક્રિષ્નાને 4 વિકેટ મળી; IND-A બીજી ઇનિંગમાં 73/5

ઓસ્ટ્રેલિયા-A ઈન્ડિયા-A સામે મેલબોર્નમાં રમાઈ રહેલી બીજી અનઑફિશિયલ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 223 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ટીમે 62 રનની લીડ મેળવી લીધી હતી. શુક્રવારે બીજા દિવસની રમતના અંત સુધીમાં ઈન્ડિયા-A એ બીજી ઇનિંગમાં 73 રન બનાવીને 5 વિકેટ ગુમાવી દીધી હતી. ઈન્ડિયા-A માટે અભિમન્યુ ઈશ્વરન 17 રન, ઋતુરાજ ગાયકવાડ 11, કેએલ રાહુલ 10, સાઈ સુદર્શન 3 અને દેવદત્ત પડિકલ 1 રન બનાવીને આઉટ થયા હતા. ધ્રુવ જુરેલ 19 રન બનાવીને અણનમ અને નીતિશ રેડ્ડી 9 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ઓસ્ટ્રેલિયા-A તરફથી બેઉ વેબસ્ટર અને નાથન મેકએન્ડ્રુએ 2-2 વિકેટ લીધી હતી. માર્કસ હેરિસે સૌથી વધુ 74 રન બનાવ્યા
ઓસ્ટ્રેલિયા-Aની પ્રથમ ઇનિંગમાં ઓપનર માર્કસ હેરિસે સૌથી વધુ 74 રન બનાવ્યા હતા. વિકેટકીપર જિમી પીટરસને 30 રન અને કોરી રોકિઓલીએ 35 રનનું યોગદાન આપ્યું હતું. નાથન મેક્સ એન્ડ્રુ 26 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતીય ટીમ તરફથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 વિકેટ ઝડપી હતી. મુકેશ કુમારને 3 અને ખલીલ અહેમદને 2 વિકેટ મળી હતી. એક બેટર ગેરહાજર હતો. મેચના બીજા દિવસે યજમાન ટીમે 53/2ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. પ્રથમ દિવસે, ઈન્ડિયા-A ની પહેલી ઇનિંગ 161 રન પર સમાપ્ત થઈ હતી. જુરેલની ફિફ્ટી, પડિકલે 26 રન બનાવ્યા હતા
ગુરુવારે ઈન્ડિયા-A પહેલી ઇનિંગમાં 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ તરફથી ધ્રુવ જુરેલે સૌથી વધુ 80 રન બનાવ્યા હતા. દેવદત્ત પડિકલે 26 રનનું યોગદાન આપ્યું હતું. નીતિશ રેડ્ડીએ પણ 16 રન ઉમેર્યા હતા. પ્રથમ દાવમાં ભારતીય ટીમના 7 બેટર્સ ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. કેએલ રાહુલ ઓસ્ટ્રેલિયામાં પણ નિષ્ફળ રહ્યો
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં ફ્લોપ રહ્યા બાદ કેએલ રાહુલને ઈન્ડિયા-A તરફથી રમવા ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યો હતો. ભારતીય બેટર કેએલ રાહુલ ઓપનિંગ પોઝીશન પર નિષ્ફળ રહ્યો હતો. તે 4 રને સ્કોટ બોલેન્ડની બોલિંગમાં આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી માઈકલ નેસરે 4 અને બ્યૂ વેબસ્ટરે 3 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા-A એ મેચ 7 વિકેટે જીતી લીધી હતી
ઓસ્ટ્રેલિયા-A એ આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. કેપ્ટન નાથન મેકસ્વીનીએ 88 રનની અણનમ ઇનિંગ રમી અને 225 રનનો ટાર્ગેટ 3 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. આ પહેલા ઈન્ડિયા-A એ બીજી ઇનિંગમાં 312 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 103 રનની સદીની ઇનિંગ રમી હતી, જ્યારે દેવદત્ત પડિકલે 88 રન બનાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments