મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ખુશીઓ ભેર દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દિવાળી વેકેશન અને નવા વર્ષની ઉજવણી માટે મોટાભાગના લોકો પોતાના વતનમાં પહોંચ્યા હતા. ત્યારે તહેવારની ઉજવણી માટે લોકો પોતાની સલામત યાત્રા કરી શકે માટે મહેસાણા GSRTC દ્વારા 814 એકસ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરાયું હતું. મહેસાણા GSRTC વિભાગના એક્સ્ટ્રા ટ્રીપોના સંચાલનને પગલે 11 દિવસમાં કુલ 36,893 મુસાફરોએ એસ.ટી. બસ સેવાનો લાભ લઈ મુસાફરી કરી હતી. દિવાળીના 11 દિવસમાં જ 52.69 લાખની આવક થઈ
એસ.ટી.તંત્ર દ્વારા એડવાન્સ બુકીંગ અને જરૂરી બસોની ફાળવણી કરતા દિવાળી વેકેશન દરમિયાન 2 લાખથી વધુ કિલોમીટરનું અંતર કાપી એસટી બસો દોડાવવામાં આવી હતી. જેની સામે મહેસાણા GSRTC વિભાગને રૂપિયા 52.69 લાખની આવક થઈ હતી. જેમાં દિવાળીના પ્રથમ 2 દિવસે મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ આવતા મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.