પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેલાવાની હત્યાને 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ તેના ચાહકો હજુ પણ તેને ભૂલી શક્યા નથી. હવે ગુરુવારે રાત્રે સિદ્ધૂ મૂસેવાલાના પેજ પર એક તસવીર પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં સિદ્ધૂ મૂસેવાલા નહોતા, પરંતુ તેનો નાના ભાઈ પિતા બલકૌર સિંહ અને માતા ચરણ કૌરના ખોળામાં બેઠો હતો. આ તસવીરમાં ખાસ વાત એ હતી કે નાના મૂસેવાલાએ પાઘડી પહેરેલી હતી. તસવીર પોસ્ટ થતાં જ તેને એક કલાકની અંદર 1.45 મિલિયન લાઈક્સ મળી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર આવતા જ મૂસેવાલાએ ટ્રેન્ડ કરવાનું શરૂ કરી દીધું હતું. મૂસેવાલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 6 નંબર પર ટ્રેન્ડ કરે છે ફોટો પોસ્ટ કરતી વખતે એક મેસેજ પણ લખવામાં આવ્યો હતો. આમાં કહેવામાં આવ્યું હતું – આંખોમાં એક ખાસ ઊંડાણ છે, જે આપણા જીવનના દરેક સત્યને સમજે છે. ચહેરાની નિર્દોષતા અને શબ્દોની પેલે પાર એક અમૂલ્ય પ્રકાશ છે, જે હંમેશા અનુભવે છે કે જે ચહેરો અકાલપુરુખને ભીની આંખો સાથે સોંપવામાં આવ્યો હતો, તે જ ચહેરો નાના સ્વરૂપમાં અકાલના આશીર્વાદની ભેટ તરીકે છે. સૌ ભાઈ-બહેનોના આશીર્વાદ થી તેેને ફરી જોઈ રહ્યા છીએ, વાહેગુરુની અમારા પ્રત્યેની અપાર કૃપા બદલ અમે હંમેશા તેમના ઋણી રહીશું. બાળપણની તસવીર પણ શેર કરી છે
મૂસેવાલાના ભાઈની તસવીર સોશિયલ મીડિયા પર શેર થતાં જ ચાહકો પણ સક્રિય થઈ ગયા. એક પ્રશંસકે સિદ્ધુ મૂસેવાલાની બાળપણની તસવીર શેર કરી હતી, જેમાં સિદ્ધુ અને તેના ભાઈએ પણ પાઘડી પહેરેલી હતી. એટલું જ નહીં બંનેની પાઘડી પણ એક જ રંગની હતી. ચાહકોએ મૂસેવાલા 2.0 લખ્યું. સિદ્ધુ મૂસેવાલાની 29 મે 2022ના રોજ હત્યા કરવામાં આવી હતી
સિદ્ધુ મૂસેવાલા તરીકે જાણીતા શુભદીપ સિંહ સિદ્ધૂની પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામમાં 29 મે, 2022ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબ સરકારના જણાવ્યા અનુસાર આ કેસમાં અત્યાર સુધીમાં 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે, 2 આરોપી એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે અને 5ને ભારત બહારથી લાવવાના છે. આ માટે રાજ્ય સરકાર કેન્દ્ર અને અન્ય એજન્સીઓના સંપર્કમાં છે. સિદ્ધૂ મૂઝવાલાની હત્યા કેસનો મુખ્ય આરોપી લોરેન્સ ગેંગનો ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર છે.