રાજકોટના નાનામવા રોડ ઉપર દેવનગર શેરી નંબર – 6 માં રહેતા 26 વર્ષિય રાહુલ દાફડાએ માલવિયા નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પોતે ગત તા. 7 નવેમ્બરના રાજસ્થાન ફરવા ગયો હતો બાદમા ઘરે આવી જોતા માતા અને પત્નીના કબાટની તિજોરીના તાળા તૂટેલા હતા. જેમાં રૂ. 15,000 ની સોનાની વીંટી, રૂ. 19,000 નો ચાંદીનો કંદોરો, ગલ્લાના રૂ. 40,000, રૂ. 20,000 સોનાના પાટલા તેમજ રૂ. 4000 ની વીંટી અને રૂ. 15,000 ની જાંજરી એમ કુલ રૂ. 1.13 લાખનો મુદ્દામાલ ચોરી ગયા. જેથી પોલિસે તસ્કરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. બીમારીથી કંટાળી યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત
સાધુ વાસવાણી રોડ પર સનસીટી ડાયમંડ એપાર્ટમેન્ટમાં આઇકોન કોમ્પ્લેક્ષમાં રહેતાં કૈલાશ તુલબહાદુર સાઉદ (ઉ.વ.35) નામનો યુવકે આજે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેની પત્ની ઘરની બહાર આટો મારી ફરી ઘરમાં જતાં તેનો પતિ કૈલાશને લટકેલી હાલતમાં જોતાં દેકારો કરતાં લોકો એકઠા થઈ ગયા હતા.બનાવની જાણ 108 ને કરતા ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી યુવકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે પોલીસને જાણ થતાં તુરંત બનાવ સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી યુવકનાં મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે જાણવા મળ્યું કે મૃતક યુવક મૂળ નેપાળનો વતની અને અહીં આઇકોન કોમ્પ્લેક્ષમાં રહેતો અને ત્યાંજ સિક્યુરિટીમાં કામ કરતો હતો. યુવકને બ્લડ પ્રેશરની તકલીફ અને એક વર્ષ પહેલાં તેને પેરેલીસિસનો એટેક આવ્યો હતો. બાદ તેની તબિયત નાદુરસ્ત રહેતી અને તેની સારવાર પણ શરૂ હતી. બીમારીથી કંટાળી યુવકે આપઘાત કર્યો હોવાનું મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતક યુવક બે ભાઈ અને બે બહેનમાં મોટાં અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું હતું. મારી બહેન સાથે શરીર સંબંધ બાંધી લગ્ન કેમ ન કર્યા
રાજકોટના રૈયા ગામમાં રહેતા રંભાબેન ભીખાભાઈ અધારીયાએ યુનિવર્સિટી પોલીસ મથકમા વાલજી ઉર્ફે પતાળિયો લાલજી સાડમિયા અને વનરાજ ઉર્ફે પોઠિયો લાલજી સાડમિયા એમ બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ગત તા. 3 નવેમ્બર ના રાત્રે આ કામના આરોપી નંબર 1 ત્યાં આવ્યા હતા અને તારા દીકરાએ મારી બહેન સાથે શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી છે અને લગ્ન કર્યા નથી જેથી હું તમને અહીં રહેવા નહીં દઉં તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ બન્ને ભાઇઓએ લોખંડના સળીયાથી ઘરના દરવાજા તેમજ ટીવી અને ફ્રિજમાં નુકસાન પહોંચાડ્યું હતું. આ સાથે જ છુટ્ટા પથ્થરના ઘા કરી માર માર્યો હતો. બનેવી સાથેની અદાવતમાં ભાઈ-બહેન પર ત્રણ શખસનો ધારીયા-પાઈપથી હુમલો
હસનવાડી પીરની દરગાહ પાસે ગોકુલનગર શેરી નં.1 માં રહેતાં સાહીલ અબ્દુલભાઇ ગોગદા (ઉ.વ.21) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સોહિલ, સુલેમાન દલ અને સમીર નામના શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તે મવડી પ્લોટ ખાતે આવેલ આર.કે.એમ્પાઇર બિલ્ડીંગમા ખાનગી કંપનીમા એડમીન તરીકે નોકરી કરે છે.તેમના પરીવારમાં પિતા અબ્દુલભાઇ (ઉ.વ.70) અને માતા જીનતબેન (ઉ.વ.65) છે. ગઈકાલે રાત્રીના સમયે તેમનું બીજું મકાન અંકુર સોસાયટી શેરી નં.5 ભવાની ચોકમાં આવેલ છે ત્યાં તે હતો.ત્યારે તેનો બનેવી આશીફ બેરૈયા અને સમીર ઉર્ફે સંજલા વચ્ચે કોઇ વાતને લઇને બોલાચાલી ઝઘડો થયેલ જે બાદ બન્ને જતાં રહેલ હતા. બાદમાં તે તેમની બહેન અને ભત્રીજાને બાઇકમાં બેસાડી પુનીતનગર ખાતે રહેતા કાકાના દીકરા ઉસ્માનભાઈને ત્યાં મુકવા માટે જતો હતો તે દરમ્યાન નુરાની ચોક ખાતે પહોચતા સામેથી એક બાઇકમાં સોહીલ તથા તેની પાછળ સુલેમાન દલ અને સમીર બેસેલ હતાં. જે બાઇકની સાઇડ કાપી સ્પીડમાં નીકળવા જતા સ્લીપ થઇ પડી જતા તેમની બન્ને બહેનો તથા ભત્રીજાને શરીરે નાની મોટી ઇજા થયેલ હતી. દરમ્યાન ત્રણેય શખ્સો દોડીને તેમની પાસે આવેલ અને ગાળાગાળી કરી માર મારવા લાગેલ હતાં. તેમજ સમીરે તેના હાથમાં રહેલ લોખંડના પાઇપથી તેમના બહેન પર હુમલો કરતાં માથાના ભાગે ઇજા થયેલ હતી.