સાબરમતી ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટના ભાગરૂપે સુભાષબ્રિજ સર્કલથી વાડજ સ્મશાન તરફ જતા બત્રીસી ભવનથી શરૂ કરી કાર્ગો મોટર્સ ત્રણ રસ્તા સુધીનો અંદાજે 800 મીટરનો બંને તરફનો રોડ શનિવારે રાત્રે 12 વાગ્યાથી વાહન વ્યવહાર માટે કાયમ માટે બંધ કરવામાં આવશે. 54 વર્ષ પહેલા આ રોડ તૈયાર કરાયો હતો. હાલ આ રૂટ પર રોજના સરેરાશ 50 હજાર વાહનની અવરજવર થાય છે. સુભાષબ્રિજથી વાડજ તરફ આવવા-જવા આરટીઓ સર્કલ, રાણીપ બસ સ્ટેન્ડથી કાર્ગો મોટર્સ થઈ રિવરફ્રન્ટનો ઉપયોગ કરી શકાશે. એ જ રીતે સુભાષબ્રિજ સર્કલથી આરટીઓ સર્કલ થઈ રાણીપ ક્રોસ રોડનો રૂટ પકડી વાડજ સર્કલ તરફ અવરજવર કરી શકાશે. વૈકલ્પિક રૂટનું કામ ગોકળગાયની ગતિએ થાય છે
આશ્રય હોટેલ સામે એક વૈકલ્પિક રોડ તૈયાર કરવામાં આવશે. પરંતુ તેનું કામ હજુ ઘણું બાકી છે. હાલ અહીંથી વાહન પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી. જુલાઈ-ઓગસ્ટમાં આ રૂટ બંધ કરવાનું નક્કી થયું હોવા છતાં વૈકલ્પિક રોડનું પૂરું કરાયું નથી.