back to top
Homeગુજરાતવડોદરાના જાણીતા એક્ટિવિસ્ટ પી. વી. મુરજાનીએ કર્યો આપઘાત:પોતાની જ લાઇસન્સ ગનથી જીવન...

વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટ પી. વી. મુરજાનીએ કર્યો આપઘાત:પોતાની જ લાઇસન્સ ગનથી જીવન ટૂંકાવ્યું, પોલીસ અને FSLની ટીમ ઘટનાસ્થળે હાજર

વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટ પી. વી. મુરજાનીએ પોતાની જ લાયસન્સ ગનથી ઘરેબેઠા આપઘાત કર્યો. એકાએક ઘટના ઘટતાં ઘર આગળ લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. જોકે, પોલીસ અને FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આપઘાત પહેલા મૃતકે સોશિયલ મીડિયામાં મેસેજ વાઈરલ કર્યો હતો. લાયસન્સવાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી
પોલીસ તરફથી મળતી માહિતી મુજબ સાડા દસની આસપાસ પોલીસ કંટ્રોલરૂમમાં એક વર્ધી આવેલ કે, એક વ્યક્તિએ રિવોલ્વરથી આત્મહત્યા કરેલી છે. પાણીગેઈટ પોલીસ મથકના પી.આઈ. હાલ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. FSLની ટીમ પણ હાલ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. હાલ સ્યુસાઈડ નોટ પણ મળેલ નથી. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સાવકી પુત્રી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરના ત્રાસના કારણે આપઘાત કર્યો. જાગૃત નાગરિક ઓફિસની પ્રોપર્ટી પડાવી લેવા પ્રેશર કરતા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે. કોણ હતા પી.વી.મુરજાણી?
વર્ષ 1993માં વડોદરા શહેરના સૂરસાગરમાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં મોતને ભેટનારા 22 મૃતકોના પરિવારજનોએ જાગૃત નાગરિક ગ્રાહક સંસ્થામાં ફરિયાદ કરી હતી અને એ કેસ પી.વી.મુરજાણી લડ્યા હતા અને સૂરસાગરમાં 22 વ્યક્તિ મોતને ભેટ્યા ત્યારે વર્ષો સુધી લડ્યા પછી એક-એક વ્યક્તિને 10 લાખ, 20 લાખ અને 30 લાખ રૂપિયાનું વળતર અપાવ્યું હતું. સોશિયલ મીડિયામાં વાઈરલ મેસેજ અમે સતત અપડેટ કરી રહ્યા છીએ…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments