back to top
Homeગુજરાતવડોદરા ક્રાઈમ ન્યૂઝ:હરણી વિસ્તારમાં પરપ્રાંતિય પરિણીતા પર સંબંધી પર દુષ્કર્મ આચર્યું, અટલાદરા...

વડોદરા ક્રાઈમ ન્યૂઝ:હરણી વિસ્તારમાં પરપ્રાંતિય પરિણીતા પર સંબંધી પર દુષ્કર્મ આચર્યું, અટલાદરા વિસ્તારમાં ડોકટરે પીછી કરીને ફાર્માસિસ્ટ યુવતી સાથે છેડતી કરી

વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન દુષ્કર્મના બનાવનો વધતા જાય છે. ઘણા કિસ્સાઓમાં પોલીસે દુષ્કર્મીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ત્યારે વધુ એક દુષ્કર્મનો બનાવમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં એવી વિગત છે કે હરણી વિસ્તારમાં આવેલી ઝુપડપટ્ટીમાં પરપ્રાંતિય પરીણીતા પોતાના પતિ સાથે રહે છે. દરમિયાન ગઇ કાલે 7 નવેમ્બરના રોજ પતિ કામથી બહાર ગયા હતા. તે દરમિયાન પરીણીતાના ઘરે એકલી હતી. ત્યારે તેમના સંબંધી તેમના ઘરમાં ઘુસી આવ્યો હતો અને પરીણિતાની એકલતાનો લાભ લઇને બળજબરીપૂર્વક તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો. ફરાર શખસોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
હવસ સંતોષાઇ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખસે તેને કોઇ આ વાતની જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ભાગી ગયો હતો. જેથી પરિણીતાના પતિ ઘરે આવતા તેણીએ તમામ હકીકતથી તેમને વાકેફ કર્યા હતા. જેથી પતિએ પણ તેને હિંમત આપી હતી ફરિયાદ નોંધાવવા માટે રાજી કરી હતી. દરમિયાન પરિણીતાએ હરણી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ ગુજારનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ ટીમો બનાવીને ફરાર થઇ ગયેલા શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ડોકટરે ફાર્માસિસ્ટ યુવતી સાથે છેડતી કરી
વડોદરામાં રહેતી ફાર્માસિસ્ટ યુવતીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મારા ભાઇના મેડીકલ સ્ટોરમાં બેસતી હતી, ત્યારે કલ્પના ગૃપ હોસ્પિટલના ડોક્ટર નિમેષભાઈ નિરંજનભાઇ ચૌહાણ મારી સાથે ખોટી રીતના કોમેન્ટો કરતા અને કામ વગર અવાર-નવાર મને બોલાવતા અને હું કોઇ પણ જાતનુ કામનુ બહાનુ કાઢી નિકળી જતી હતી અને આ સબંધે મે મારા પરીવારના સભ્યોને જાણ કરી હતી, અને ત્યારથી મે મેડીકલ સ્ટોર ઉપર જવાનુ બંધ કરી દિધુ હતું. આ ડોક્ટર બીજા માણસો દ્વારા ફોન કરાવતો અને મેસેજ દ્વારા મને ધમકી આપતો હતો અને મને કહેતો હતો કે, તું મને મળવા આવ અને મારી સાથે વાતચીત કર અને તું નહી માને તો હું તને બદનામ કરી નાખીશ તને ક્યાંયની નહી રાખુ મારા તાબા સિવાય તારી પાસે કોઇ રસ્તો નથી. નોકરી ઉપર જતા-આવતા સમયે પીછો કરતો હતો
​​​​​​​ત્યારબાદ ચાલુ વર્ષમાં એપ્રિલ મહિનામાં મે ખાનગી હોસ્પીટલમાં નોકરી ચાલુ કરી હતી અને ત્યાં નોકરી ઉપર જતા આવતા સમયે મારો પિછો કરતો હતો અને હોસ્પિટલમાં ફોન કરી મારી સાથે વાતચીત કરવાનો તથા મળવાનો પ્રયત્નો કરતો હતો અને હું તેની વાત ન માનતા મને એક મહીના બાદ નોકરીમાંથી કઢાવી મૂકી હતી. મને જણાવેલ કે, તું કઇ રીતે નોકરી કરે છે એવી ધમકી આપેલ ત્યારબાદ ગઇ તા.30/10/2024ના રોજ હું સવારના પોણા આઠ વાગ્યે મારા ઘરેથી મારૂ પ્લેઝર લઇને BAPS હોસ્પિટલ ખાતે નોકરી ઉપર જવા માટે નીકળી હતી ત્યારે ડોક્ટર નિમેષભાઈ નિરંજનભાઇ ચૌહાણ મારી પાછળ તેમની એમ.જી.હેક્ટર કાર લઇને પીછો કર્યો હતો. હું તને બદનામ કરી દઇશ અને તને હેરાન કરી નાખીશ
​​​​​​​સ્વામિનારાયણ મંદિરના ગેટ સામે સવારના સવા આઠ વાગ્યે આવીને ઉભો રહી ગયેલ અને તું મારી સાથે કેમ બોલતી નથી? અને હવે તુ ક્યાં નોકરી કરે છે? તેમ જણાવ નહી તો હું તને બદનામ કરી દઇશ અને તને હેરાન કરી નાખીશ તેમ કહ્યું હતું અને હું બી.એ.પી.એસ.હોસ્પિટલના પાર્કિંગમાં ગયેલ ત્યાં મારી પાછળ-પાછળ આવેલ અને હું એકલી હતી ત્યાં આવી ગયેલ અને મારી સાથે કેમ વાત કરતી નથી તેવુ કહેલ અને હું ગબરાઇ ગઈ હતી અને લીફ્ટ મારફતે હોસ્પિટલના ઉપરના માળે જતી રહેલ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments