back to top
Homeમનોરંજનવિજય દેવરકોંડા સીડી પરથી ગબડી પડ્યો:પાપારાઝીએ ઘટનાનો વીડિયો ઊતારી વાઇરલ કર્યો, ફેન્સમાં...

વિજય દેવરકોંડા સીડી પરથી ગબડી પડ્યો:પાપારાઝીએ ઘટનાનો વીડિયો ઊતારી વાઇરલ કર્યો, ફેન્સમાં ફરી વળ્યું ચિંતાનું મોજું

વિજય દેવરાકોંડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અભિનેતાનો આ વીડિયો જોઈને તેના ફેન્સ પણ એક સેકન્ડ માટે સ્તબ્ધ થઈ ગયા છે. અભિનેતા સાથે એક નાનકડો અકસ્માત થયો છે. પાપારાઝીઓએ આ ઘટનાને તેમના કેમેરામાં કેદ કરી લીધી અને હવે ચાહકો રશ્મિકા મંદાન્નાના રૂમર્ડ બોયફ્રેન્ડ વિશે ચિંતિત છે. અભિનેતાને માત્ર જાહેરમાં જ શરમનો સામનો કરવો પડ્યો ન હતો પરંતુ તે ઘાયલ પણ થયો હતો. વિજય દેવરાકોંડા સીડી પરથી નીચે પડ્યો
નોંધનીય કે, સાઉથનો આ એક્ટર મુંબઈની મીઠીબાઈ કોલેજમાં એક ઇવેન્ટમાં ગયો હતો જ્યા તેણે પોતાના અપકમિંગ સોંગનું પ્રમોશન કર્યું હતું. તેની સાથે જસલીન રોયલ અને રાધિકા મદન પણ હતા. ક્રાયક્રમ પૂરો થયા બાદ જ્યારે મીડિયા અન્ય સેલેબ્સને કેપ્ચર કરી રહ્યું હતું, ત્યારે વિજય દેવરાકોંડા પાછળથી કેટલાક લોકો સાથે સીડી પરથી નીચે આવી રહ્યો હતો. અચાનક જ અભિનેતાનો પગ લપસ્યો અને તે ધડામ દઈને નીચે પડી ગયો. વિજય દેવરાકોંડાને સીડીઓ પરથી નીચે પડતો જોઈને સાથેના લોકો એકઠા થઈ ગયા. આ અકસ્માત દરમિયાન તેણે સૂટ-બૂટ અને માથા પર કેપ પહેરેલી હતી. એક્ટરને જોતા એવું લાગે છે કે તેને ઘણું વાગ્યું હશે કેમ કે, તે પડ્યા બાદ જાતે ઊભો થઈ શક્યો ન હતો. એક્ટરનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો પાપારાઝીએ વિજય દેવેરાકોંડાના પડી જવાનો વીડિયો કેપ્ચર કર્યો
નજીકમાં ઉભેલા લોકોએ અભિનેતાને ઊભો કરવામાં મદદ કરી અને પછી તે ચાલવા લાગ્યો. વિજય ઉભો થયો કે તરત જ તેની નજર તેના પર સ્થિર થઈ ગઈ કે કોઈ તેનો વીડિયો બનાવી રહ્યું છે. નોંધનીય છે કે, ત્યાં હાજર લોકોએ પાપારાઝીને વિજય દેવેરાકોંડા ગબડી પડ્યાનો વીડિયો બનાવતાં રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ માન્યા નહીં. પાપારાઝીએ આ વીડિયો બનાવ્યો એટલું જ નહીં પોસ્ટ પણ કર્યું. હવે વિજય દેવરાકોંડાને આ રીતે પડતા જોઈને તેના ચાહકોને ચિંતા થઈ રહી છે કે શું તેને વધારે વાગ્યું તો નહીં હોયને? વિજય દેવરાકોંડાનો વીડિયો વાયરલ થયો
આ વીડિયોમાં પાપારાઝી કેટલાક સેલેબ્સને કેમેરામાં કેદ કરી રહ્યાં છે, પરંતુ આ દરમિયાન કંઈક એવું થયું જે કોઈએ વિચાર્યું પણ નહોતું. વિજય દેવરાકોંડા પાછળથી આવી રહ્યો હતો અને તેણે ન વિચાર્યું હોય તેવું થયું અને બધા જોતા જ રહ્યા. અને તે થોડીવાર માટે જમીન પરથી ઊઠી પણ ન શક્યો. વિજય દેવરકોંડા સાહિબા ગીતમાં જોવા મળશે
નોંધનીય છે કે, વિજય દેવરકોંડા પહેલીવાર હિન્દી મ્યુઝિક વીડિયો સાહિબામાં જોવા મળશે. આ ગીતમાં તેની સાથે જસલીન રોયલ અને રાધિકા મદન પણ જોવા મળશે. થોડા દિવસો પહેલા જ વિજય અને રાધિકાએ આ મ્યુઝિક વીડિયોની એક ઝલક સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી હતી. સાહિબા ગીતનું નિર્દેશન સુધાંશુ સરિયાએ કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments