આઈફોન બનાવનારી અમેરિકી કંપની એપલ પોતાના કારખાનામાં કરનારી 1 લાખ મહિલાઓને હૉસ્ટેલની સુવિધા આપવા જઇ રહી છે. તેના માટે કંપનીએ વેન્ડરોની સાથે મળીને મોટી યોજના ઉપર કામ કરી રહી છે. પીપીપી મૉડલ પર બનનારી આ હૉસ્ટેલ માર્ચ 2025 સુધીમાં કામ પૂર્ણ થઇ જશે. દેશમાં એપલની સૌથી મોટી વેન્ડર ફૉક્સકૉનની એક હૉસ્ટેલનું કામ પૂર્ણ થવાના આરે છે. જેમાં 18,720 યુનિટનુ નિર્માણ ચાલુ છે. શ્રીપેરંબુદુરમાં પણ 18,112 યુનિટ બની રહ્યાં છે. ફૉક્સકૉનમાં હાલમાં 41 હજાર કર્મચારી છે. જેમાં 25 બજાર મહિલાઓ છે. ભારતના ઔધોગિક ઇતિહાસમાં કોઇ કારખાના દ્વારા આટલી મોટી સંખ્યામાં હૉસ્ટેલ બનાવાઇ રહી છે અથવા લીઝ ઉપર લેવા માટેની સૌથી મોટી પહેલ છે. વર્તમાનમાં એપલ દેશમાં સૌથી વધુ લોકોને નોકરી (બ્લુ કૉલર જૉબ) આપનારી ખાનગી ક્ષેત્રની ઇકોસિસ્ટમ બની ગઇ છે. કંપની આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં 2 લાખ લોકો (હાલ 1.75 લાખ)ને નોકરી આપશે. જેમાં 70%થી વધુ 18થી 14 વર્ષની મહિલા હોઇ શકે છે. હાલમાં 80 હજાર કર્મચારી તામિલનાડુના ફૉક્સકૉન, પેગાટ્રૉન અને કર્ણાટકના ટાટા ઇલેક્ટ્રોનિક્સની આઈફોન બનાવનારી 3 યુનિટમાં કામ કરી રહી છે. આટલી મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓને રહેવા-ખાવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મુખ્ય વેન્ડર ટાટા ઇલેક્ટ્રોનિક્સ તામિલનાડુના હોસુરમાં ટ્વિન ફેક્ટરીની પાસે 40 હજાર મકાન બનાવી રહી છે. ટાટાની આ ફેક્ટરીમાં આઈફોનના કમ્પોનન્ટ બને છે અને 15 હજાર લોકોને રોજગારી મળી છે. ટાટા અહીં જ બીજી ફેક્ટરી પણ બનાવી રહી છે, વર્ષના અંત સુધીમાં શરૂ થઇ જશે. આ બીજી ફેક્ટરીમાં આઈફોન બનશે. તેની માટે નિમણુંકો શરૂ થઇ ચુકી છે. દરમિયાન એપલની અન્ય એક વેન્ડર સેલકૉમ્પ એપલ માટે પાવર એડૉપ્ટર, એનક્લોઝર અને મેગ્નેટિક કમ્પોનન્ટ બનાવે છે. આ કંપની તામિલનાડુના શ્રીપેરંબુદુરમાં એસપીઆર કન્સ્ટ્રક્શન દ્વારા બનાવાઇ રહેલા આશરે 4 હજાર મકાનોને ખરીદશે. ચીન-વિયેતનામમાં આ મૉડલ સફળ
એપલે ચીન-વિયેતનામમાં આવી હૉસ્ટેલો બનાવી છે. જેમાં મહિલા કર્મચારીઓની કાર્યક્ષમતા સારી થઇ છે અને તેમની સુરક્ષા પણ સુનિશ્ચિત થઇ છે. ચીનમાં ધ શેન્જેન કૉમ્પલેક્સમાં 4.20 લાખથી વધુ કર્મચારી કામ કરે છે અને રહે છે. તેને ફૉક્સકૉન સિટી પણ કહેવામાં આવે છે. ઝેંગ્ઝોઉમાં 3 લાખ કર્મચારી કામ કરે છે અને રહે છે.