સુરતના સિટી લાઇટના શિવપૂજા અગ્નિકાંડ બાદ હવે ફરી એક વખત ફાયર વિભાગ હરકતમાં આવી છે. સોમવારથી ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અલગ-અલગ ટીમો બનાવીને શહેરભરના જીમ, રેસ્ટોરન્ટ અને OYOમાં ફાયર NOC ચકાસવાની ઝુંબેશ ચલાવશે. રાજકોટ અગ્નિકાંડ બાદ અઠવા ઝોનમાં 30 જીમને નોટિસ ફટકારાઈ હતી, તે સ્થિતિ પ્રમાણે અથવા તો ત્રણ દિવસની મુદ્દતે ફરી શહેરભરના જીમ, રેસ્ટોરન્ટ અને OYOમાં સિલિંગ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. 3.76 કરોડના ટેન્ડર પર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે
સુરતમાં પાલિકા વધુ 17 ગલપર સક્શન મશીન ખરીદવા માટે તજવીજ હાથ ધરી છે, જેથી ડ્રેનેજ નેટવર્કમાં જામી જતાં કાંપની સફાઇ થઈ શકે. આ પ્રક્રિયા માટે જાહેર કરાયેલાં ટેન્ડર ઉપર શનિવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે. મહત્વની વાત છે કે, ડ્રેનેજ લાઇનોની મૅન્યુઅલી સફાઇ ઉપર પ્રતિબંધ છે ત્યારે મશીન હોલની સફાઇ માટે 172 જેટલા મશીનો ઉપયોગમાં લેવાઇ રહ્યા છે ત્યારે કેટલાક ઝોનમાં પર્યાપ્ત મશીન ન હોવાથી કામગીરીને અસર વર્તાયાની રજૂઆત કરાઇ હતી. જેને પગલે પાલિકાના વર્કશોપ વિભાગે 4 હજાર લીટર કેપેસિટીના વધુ 17 ગલપર સક્શન મશીન ખરીદવા ટેન્ડર જાહેર કર્યા હતાં. 4 બીડર પૈકી ક્વોલિફાઇ થયેલાં 2 ટેન્ડરમાં લોએસ્ટ એજન્સીએ પ્રતિ મશીન પેટે 22.15 લાખની ઑફર રજૂ કરી હતી. આશરે 3.76 કરોડના ટેન્ડર ઉપર શનિવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.