back to top
Homeગુજરાતહુરુન ઇન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ:1 વર્ષમાં 8 ગુજરાતી ઉદ્યોગપતિએ 1000 કરોડ દાન કર્યા

હુરુન ઇન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ:1 વર્ષમાં 8 ગુજરાતી ઉદ્યોગપતિએ 1000 કરોડ દાન કર્યા

છેલ્લાં એક વર્ષમાં ટોચના 8 ગુજરાતી ઉદ્યોગપતિઓએ 1000 કરોડ રૂપિયા દાન કર્યા છે. એડલગિવ હુરુન ઇન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ, 2024 મુજબ, 2023-24માં દેશમાં 203 ઉદ્યોગપતિએ કુલ 8783 કરોડનું દાન કર્યું છે. દેશમાં સૌથી વધુ 2153 કરોડનું દાન એચસીએલના માલિક શિવ નાદરે કર્યું છે જ્યારે 407 કરોડના દાન સાથે મુકેશ અંબાણી બીજા નંબરે છે. સૌ પ્રથમ વખત કરસન પટેલ અને સવજી ધોળકિયા આ યાદીમાં સામેલ થયા છે. દેશના ઉદ્યોગપતિઓએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અંતર્ગત શિક્ષણથી લઇ સ્વાસ્થ્ય, સામાજિક વિકાસથી લઇ ગ્રામિણ વિકાસ, સ્પોર્ટ્સ, આર્ટ-કલ્ચર, મહિલા સશક્તીકરણ, હેરિટજ, ડિઝાસ્ટર મૅનેજમેન્ટ વગેરે ક્ષેત્રે દાન કર્યું હતું. સૌથી વધુ 123 ઉદ્યોગપતિઓએ શિક્ષણ ક્ષેત્રે 3680 કરોડ રૂપિયા દાન કર્યા હતા. એ સિવાય પર્યાવરણ માટે 177 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. 18 ઉદ્યોગપતિઓએ 100 કરોડથી વધુનું દાન કર્યું છે જ્યારે મુંબઈમાંથી સૌથી વધુ 61 ઉદ્યોગપતિએ દાન કર્યું છે. 91 દાતા ઉદ્યોગપતિએ એનજીઓ થકી જ્યારે 113 દાતાએ ફાઉન્ડેશન થકીદાન કર્યું છે. હુરુનની આ યાદીમાં 5 કરોડ કે તેથી વધુ દાન કર્યંુ હોય તેવા ઉદ્યોગપતિ સામેલ છે. કરસન પટેલ, સવજી ધોળકિયા પ્રથમ વખત યાદીમાં સામેલ, મુકેશ અંબાણી બીજા ક્રમે છે અમદાવાદના 9, સુરતના 3 દાનકર્તા
સીએસઆર ફંડમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં, ત્યાર બાદ ગુજરાતમાં ખર્ચ થયો છે. ફિલાન્થ્રોપી લિસ્ટમાં પ્રથમ વારે સમાવાયેલા 62 વર્ષીય સવજી ધોળકિયા અને 80 વર્ષીય કરસન પટેલે કુલ 84 કરોડ દાન કર્યા છે. દાતા ઉદ્યોગપતિઓમાં 9 અમદાવાદના અને 3 સુરતના છે. યાદીમાં સૌથી વધુ મુંબઇમાં રહેતા 61 ઉદ્યોગપતિ સામેલ છે. સૌથી યુવા દાનવીર પણ ગુજરાતી
હુરન ઇન્ડયાની યાદીમાં કુલ 21 મહિલા ઉદ્યોગપતિ પણ સામેલ છે. 154 કરોડ રૂપિયાના દાન સાથે રોહિણી નિલેકણી ટોચના સ્થાને છે. મૂળ ગુજરાતી અને એશિયન પેઇન્ટના વિવેક વકીલ યાદીમાં સામેલ સૌથી યુવા દાનવીર ઉદ્યોગપતિ છે. 35 વર્ષીય વિવેક વકીલે 8 કરોડ રૂપિયા કૌશલ્ય વિકાસ માટે દાન કર્યા હતા. આ ઉપરાંત એશિયન પેઇન્ટના જ 82 વર્ષીય મહિલા ઇના અશ્વિન દાણીએ 18 કરોડ દાન કર્યા હતા. આ છે ગુજરાતના દાનવીરો ​​​​​​​

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments