ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકારો ધર્મેન્દ્ર અને અમિતાભ વર્ષોથી સારા મિત્રો છે. ‘શોલે’ ફિલ્મથી તેમની મિત્રતા ગાઢ બની હતી. ધર્મેન્દ્રના કારણે જ અમિતાભને ‘શોલે’ ફિલ્મ મળી હતી. આ ફિલ્મમાં જયા બચ્ચન સાથે હેમા માલિની પણ લીડ રોલમાં હતી. અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રએ થોડા વર્ષો પહેલા ‘શોલે’ રિયુનિયનમાં તેમના જીવન અને કારકિર્દીની કેટલીક રસપ્રદ વાતો શેર કરી હતી. આ દરમિયાન તેની કો-સ્ટાર હેમા માલિની અને જયા બચ્ચન પણ હાજર હતા. આ પ્રસંગે અમિતાભ બચ્ચને હેમા માલિનીના ખૂબ વખાણ કર્યા હતા. અમિતાભ અને ધર્મેન્દ્રની મિત્રતા વર્ષો જૂની
અમિતાભ અને ધર્મેન્દ્રની મિત્રતા ઘણી જૂની છે. જ્યારે પણ આ બંને કોઈ પણ સ્ટેજ પર સાથે મળે છે ત્યારે બંને એકબીજાના વખાણ કરવામાં જરાય શરમાતા નથી. બંને બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર્સ છે. જુહુ વિસ્તારમાં તે એકબીજાના પડોશી પણ છે. આ રિયુનિયન બંને માટે ખૂબ જ ખાસ હતું, કારણ કે નજીકમાં રહેવા છતાં બંને એકબીજાને મળી શક્યા ન હતા. અમિતાભે જયાનું નામ લઈને કર્યા હેમાના વખાણ
આ દરમિયાન બચ્ચને હેમા માલિનીના વખાણ કરતા કહ્યું, ‘જયાજી મને કહેતા રહે છે કે હેમાજી કેટલું કામ કરે છે. આપણે તેમના જેટલું કામ કરતા નથી. તે રાજકારણમાં છે. સંસદમાં જાય છે. તે મથુરા (તેના મતવિસ્તાર)ની પણ સંભાળ રાખે છે. આટલું જ નહીં તે ડાન્સ પણ કરે છે. તે ગાય પણ છે. અમિતાભે કહ્યું, ‘હું હેમાજીને ગેરંટી આપું છું કે અમે પણ હવે આવું જ કંઈક કરવાનો પ્રયાસ કરીશું. ઈન્ડસ્ટ્રીના એન્જિન છે અમિતાભ-ધર્મેન્દ્ર
ધર્મેન્દ્રએ મજાકમાં કહ્યું, ‘અમિત અહીં બહુ ખોટું બોલ્યો છે. તે આખી ઈન્ડસ્ટ્રીનું એન્જિન બની ગયા છે. આપણે બધા તેની પાછળ છૂક-છૂક કરતાં ચાલી છી. હું તેના જેવો બનવાનો પ્રયત્ન કરું છું. પરંતુ હું તેના જેટલું કામ કરી શકતો નથી. આ દરમિયાન, જૂના દિવસોને યાદ કરતા ધર્મેન્દ્રએ જયા બચ્ચન વિશેની એક સુંદર યાદ પણ શેર કરી. અમિતાભ-ધર્મેન્દ્રએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું
અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રએ ‘શોલે’ (1975), ‘ચુપકે-ચુપકે’ (1975) અને ‘રામ-બલરામ’ (1980) જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જ્યારે વર્ષ 1971માં ધર્મેન્દ્ર અને જયા બચ્ચને ફિલ્મ ‘મેરી પ્યારી ગુડ્ડી’માં સાથે કામ કર્યું હતું.