બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટેનકોવિક છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસે સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ પછી કેટલાક અંગત કારણોસર, બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. નતાશાને દીકરાની કસ્ટડી મળી અને ત્યારથી તે મોટાભાગનો સમય ભારતની બહાર રહે છે. ફેન્સને નતાશાના પર્સનલ લાઈફની ઝલક મળતી રહી પરંતુ હાર્દિકથી છૂટાછેડાના પ્રશ્ન પર તે ચૂપ રહી. છેલ્લા પાંચ વર્ષથી ફિલ્મો અને કોઈપણ પ્રકારના કામથી દૂર રહેલી નતાશાએ આખરે મૌન તોડ્યું છે. નતાશા સ્ટેનકોવિક કમબેક માટે તૈયાર
નતાશા સ્ટેનકોવિકે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, હવે તે કમબેક માટે તૈયાર છે. એક્ટ્રેસે કહ્યું કે વસ્તુઓ ધીમે ધીમે નોર્મલ થઈ રહી છે અને તે કામ શોધી રહી છે. નતાશાએ જણાવ્યું કે ઘણા લોકોને લાગે છે કે હવે હું કામ નહીં કરૂ અને તે એવું વિચારે છે તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા પાછી શિફ્ટ થઈ જશે, પરંતુ એવું નથી. એક્ટ્રેસે કહ્યું કે આવી અટકળો છતાં તે ભારતમાં જ રહેવાનું વિચારી રહી છે. ‘અમે હજી એક પરિવાર છીએ’
નતાશા સ્ટેનકોવિકે કહ્યું, હું કેવી રીતે પાછી જઈ શકું? મારે એકને એક દીકરો છે. તે અહીં સ્કૂલે જાય છે. મારી પાસે કોઈ વિકલ્પ નથી. બાળકને અહીં જ રહેવાની જરૂર છે. તેનો જન્મ અહીં થયો હતો. તેનો પરિવાર પણ અહીં જ છે, અમે (હાર્દિક અને હું) હજુ પણ એક પરિવાર છીએ. મેં તે નિર્ણય નથી લીધો કારણ કે અગસ્ત્યને મમ્મી-પપ્પા બંનેની જરૂર છે. નતાશાએ કહ્યું કે, મને અગસ્ત્ય સાથે રહેવું ગમે છે. તે હંમેશા દરેક પરિસ્થિતિમાં તેની સાથે રહેશે. તે મારા માટે સર્વસ્વ છે. હું માનું છું કે દુનિયામાં કોઈ ખરાબ લોકો નથી. કેટલાક પ્રસંગોએ હું મૌન રહું છું, મેં વધુ કહ્યું નથી, હું એવી રીતે જીવું છું જાણે મને કોઈ ફર્ક નથી પડતો.