back to top
Homeભારતઆજે મુંબઈમાં રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ:તેલંગાણા-હિમાચલના CM, કર્ણાટકના ડેપ્યુટી CM પણ હાજર...

આજે મુંબઈમાં રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ:તેલંગાણા-હિમાચલના CM, કર્ણાટકના ડેપ્યુટી CM પણ હાજર રહેશે; PMના આરોપોનો જવાબ આપશે

મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચાર વચ્ચે વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. સવારે 11 વાગ્યે યોજાનારી આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધી ઉપરાંત તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ પણ હાજર રહેશે. આ સિવાય કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને પણ પ્રેસ કોન્ફરન્સમાં બોલાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધી 2 રાજ્યોના CM અને 1 ડેપ્યુટી CM સાથે 1 નવેમ્બરે પીએમ મોદી દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપશે. મોદીએ ત્યારે X પર એક પોસ્ટમાં લખ્યું હતું – કોંગ્રેસ હવે સમજી રહી છે કે ખોટા વચનો આપવા તો સરળ છે, પરંતુ તેનો યોગ્ય રીતે અમલ કરવો મુશ્કેલ અથવા અશક્ય છે. હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા – વિકાસની ગતિ અને નાણાકીય સ્થિતિ ખુબ જ કથળતી જઈ રહી છે. PM ના આ આરોપોનો જવાબ આપવા માટે ત્રણ રાજ્યોના કોંગ્રેસના નેતાઓને પણ મુંબઈ બોલાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં વિપક્ષ ગઠબંધન મહાવિકાસ અઘાડીમાં સામેલ છે. MVA મેનિફેસ્ટો જાહેર કરતી વખતે, રાહુલે મહારાષ્ટ્રની મહિલાઓને 3,000 રૂપિયા અને યુવાનોને 4,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. ચૂંટણી વચનોને લઈને કોંગ્રેસ પર PMના 5 આરોપ​​​​​​​ ખડગેએ ચૂંટણી વચન પર રાજકારણ શરૂ કર્યું… 3 મુદ્દામાં સમજો જાણો શું છે ફ્રીબીઝનો મુદ્દો, SCએ નોટિસ પણ આપી છે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પહેલા મફત યોજનાઓના વચનો પર 14 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવી હતી. કર્ણાટકના શશાંક જે શ્રીધરે પિટિશનમાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી દરમિયાન મફત યોજનાઓના વચનોને લાંચ તરીકે જાહેર કરવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટ પાસે એવી પણ માંગ કરવામાં આવી છે કે ચૂંટણી પંચે આવી યોજનાઓને તાત્કાલિક બંધ કરવી જોઈએ. કોર્ટે આજની અરજીને સુનાવણી માટે જૂની અરજીઓ સાથે મર્જ કરી હતી. અરજદારે કહ્યું, ‘રાજકીય પક્ષો એ નથી જણાવતા કે તેઓ આવી યોજનાઓને કેવી રીતે પૂર્ણ કરશે. આનાથી સરકારી તિજોરી પર અગણિત બોજો વધે છે. આ મતદારો અને બંધારણ સાથે છેતરપિંડી છે. તેથી, આને રોકવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટમાં 2 મુખ્ય અરજીઓ… ઑક્ટોબર 2024: અરજીકર્તા શશાંક જે શ્રીધરે કહ્યું – ફ્રીબીજ લાંચ ગણવી જોઈએ
અરજીકર્તા શશાંક જે શ્રીધરના વકીલ બાલાજી શ્રીનિવાસને સોમવારે (14 ઓક્ટોબર) CJI DY ચંદ્રચુડની બેન્ચ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે વિધાનસભા અથવા સામાન્ય ચૂંટણી દરમિયાન મફત યોજનાઓનું વચન આપનાર રાજકીય પક્ષોને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ વોટ માટે લાંચ અથવા પ્રલોભન તરીકે ગણવામાં આવે છે. જાન્યુઆરી 2022: બીજેપી નેતા અશ્વિની ઉપાધ્યાયે પીઆઈએલ કરી
બીજેપીના નેતા અશ્વિની ઉપાધ્યાય મફતની યોજનાઓ સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. તેમની અરજીમાં, ઉપાધ્યાયે ચૂંટણી દરમિયાન મતદારોને રાજકીય પક્ષો દ્વારા મફતની રેવડી અથવા મફત ભેટોના વચનો બંધ કરવાની અપીલ કરી હતી. ચૂંટણી પંચે આવા પક્ષોની માન્યતા રદ કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી શું થયું?
ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ એનવી રમનાની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચ દ્વારા ઓગસ્ટ 2022માં ફ્રીબીઝ કેસની સુનાવણી શરૂ કરવામાં આવી હતી. આ બેંચમાં જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ હિમા કોહલી પણ હતા. બાદમાં તત્કાલિન ચીફ જસ્ટિસ યુયુ લલિતે કેસની સુનાવણી કરી અને હવે સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ કેસની સુનાવણી કરી રહ્યા છે. ચૂંટણી પંચે કહ્યું હતું – ફ્રી યોજનાઓની વ્યાખ્યા તમારે જાતે જ નક્કી કરવી જોઈએ
11 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, ચૂંટણી પંચે કહ્યું હતું કે પક્ષો દ્વારા ફ્રીબીઝ પર અપનાવવામાં આવેલી નીતિનું નિયમન કરવું ચૂંટણી પંચની સત્તામાં નથી. ચૂંટણી પહેલા મફત આપવાનું વચન આપવું કે ચૂંટણી પછી આપવાનું એ રાજકીય પક્ષોનો નીતિગત નિર્ણય છે. આ અંગે નિયમો બનાવ્યા વિના કોઈપણ પગલાં લેવાથી ચૂંટણી પંચની સત્તાનો દુરુપયોગ થશે. માત્ર કોર્ટે નક્કી કરવું જોઈએ કે ફ્રી સ્કીમ શું છે અને કઈ નથી. આ પછી અમે તેનો અમલ કરીશું. ફ્રીબીઝ સંબંધિત આ સમાચાર પણ વાંચો… RBIના પૂર્વ ગવર્નરે કહ્યું- ફ્રીબીઝ પર સરકારે શ્વેતપત્ર લાવવું જોઈએ: લોકોને તેના ફાયદા અને ગેરફાયદા જણાવો રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતી ફ્રીબીઝ અંગે સરકારે શ્વેતપત્ર લાવવાની જરૂર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર ડી. સુબ્બારાવે લગભગ છ મહિના પહેલા આ વાત કહી હતી. પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં પૂર્વ ગવર્નરે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારની જવાબદારી છે કે તે લોકોને આ મફત ભેટોના ફાયદા અને ગેરફાયદા વિશે જાગૃત કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments