બોલિવૂડ એક્ટ્રેસ અને હિમાચલના મંડીથી સાંસદ કંગના રનૌતના ઘરેથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કંગનાના નાની ઈન્દ્રાણી ઠાકુરનું નિધન થયું છે. આ વાતની જાણકારી ખુદ કંગના રનૌતે આપી છે. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની દાદી સાથેની પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. કંગના રનૌતની દાદીનું 8 નવેમ્બર, શુક્રવારે રાત્રે અવસાન થયું હતું. તેણે શનિવારે તેના ચાહકોને આ માહિતી આપી. તેણે જણાવ્યું કે તેની દાદીને થોડા દિવસો પહેલા બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. કંગના રનૌતનો પરિવાર શોકમાં ગરકાવ
કંગના રનૌતે તેની પહેલી સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. તસવીરમાં કંગના રનૌત તેની દાદી સાથે ખૂલીને હસતી જોવા મળે છે. કંગના રનૌતે આ તસવીર પર લખ્યું- ગઈકાલે રાત્રે મારી નાની ઈન્દ્રાણી ઠાકુર જીનું અવસાન થયું. સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ છે. કૃપા કરીને તેમના માટે પ્રાર્થના કરો.” કંગનાએ નાનીને અદભુત મહિલા ગણાવ્યાં
કંગના રનૌતે તેની નાની સાથેની બીજી તસવીર શેર કરી અને લખ્યું – “મારી દાદી એક અદ્ભુત મહિલા હતી, તેમને 5 બાળકો હતા. નાનાજી પાસે મર્યાદિત સંસાધનો હતા, તેમ છતાં તેમણે એ નક્કી કર્યું કે તમામ બાળકોને સારી સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ મળે અને તેમણે આગ્રહ કર્યો કે તેમની પરિણીત દીકરીઓએ પણ કામ કરવું જોઈએ અને તેમની પોતાની કારકિર્દી બનાવવી જોઈએ, તેમની દીકરીઓને પણ સરકારી નોકરીઓ મળી હતી જે તે દિવસોમાં એક દુર્લભ સિદ્ધિ હતી, સ્ત્રીઓ સહિત તેમના તમામ 5 બાળકોની પોતાની કારકિર્દી હતી, તેમને તેના બાળકોની કારકિર્દી પર ખૂબ ગર્વ હતો.” નાનીને થોડા દિવસો પહેલા બ્રેન સ્ટ્રોક આવ્યો હતો
કંગનાએ પોતાની સ્ટોરીમાં જણાવ્યું કે તેની નાની 100 વર્ષથી વધુ ઉંમરનાં હતાં, તેમ છતાં તે પોતાનું તમામ કામ જાતે જ કરતા હતા. તેણે જણાવ્યું કે થોડા દિવસો પહેલા તે પોતાના રૂમની સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, જેના કારણે તે સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયા હતા અને તેમને આ હાલતમાં જોઈને ખૂબ જ દુઃખ થયું હતું. તેમણે અદ્ભુત જીવન જીવ્યું અને તે આપણા બધા માટે પ્રેરણારૂપ હતા. તે હંમેશા અમારા ડીએનએમાં અને યાદોમાં રહેશે.