નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામની નજીક આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આજે વહેલી સવારે ભીષણ આગની ઘટના સામે આવી હતી, જેમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનના મેનેજર સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે, જ્યારે ચાર લોકો ઘાયલ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બેરલ ખાલી કરતી વખતે અચાનક ભડકો થયો
આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો ગણદેવી તાલુકાના દેવસર ગામની નજીક આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં વહેલી સવારે ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતી વખતે અચાનક ભડકો થયો હતો અને આગ લાગી હતી. ગોડાઉનમાં મોટેભાગે કેમિકલ હોવાથી હોવાથી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું, જે આગ બાજુમાં આવેલી પ્લાસ્ટિક અને ફર્નિચરની દુકાનમાં પણ પ્રસરી ગઇ હતી. ગોડાઉનના મેનેજર સહિત ત્રણ લોકો બળીને ભડથું
દેવસર ગામની નજીક જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગ લાગ્યાનો કોલ મળતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ગણદેવી પાલિકાની ટીમ સાથે નવસારી-વિજલપુર, બીલીમોરા અને નવસારીમાંથી ફાયર ફાઈટરોની ટીમ દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે કેમિકલ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતી. આગની આ ઘટનામાં ગોડાઉનના મેનેજર સહિત ત્રણ લોકો બળીને ભડથું થઇ ગયા હતા, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. જેમને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેમાં એકની હાલત ગંભીર છે. ફાયર સેફ્ટી કોઈપણ સાધનો ઉપલબ્ધ નથી: ઇન્ચાર્જ ફાયર ઓફિસર
આ અંગે નવસારી-વિજલપુર નગરપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર કિશોર માંગેલાએ જણાવ્યું હતું કે અમને 9:24 વાગ્યે કોલ મળ્યો હતો. એ બાદ અમારી ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી હતી. આગ કાબૂમાં આવી ગઇ છે. ત્રણ લોકોની ડેડબોડી મળી છે અને ચાર લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અહીં ફાયર સેફ્ટીનાં કોઇપણ સાધનો ઉપલબ્ધ નથી. આ ઉપરાંત ગોડાઉનમાં એક્ઝિટનો અભાવ છે, એકસ્ટ્રા એક્ઝિટ ન હોવાથી કર્મચારીઓને ભાગવાનો મોકો ન મળતાં ગૂંગળાઇને મોતને ભેટ્યા છે. જેની બેદરકારી હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે: ઇન્ચાર્જ પોલીસવડા
નવસારી જિલ્લાના ઇન્ચાર્જ પોલીસવડા કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે ટ્રકમાં થિનર કેમિકલનાં બેરલ લઇ જતી વખતે એક બેરલમાં લીકેઝ થતાં આગનો બનાવ બન્યો હતો. આ આગની ઝપેટમાં બાજુની અન્ય બે દુકાન પણ આવી હતી. આ બનાવમાં ત્રણનાં મોત થયાં છે અને ચાર ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. FSLની ટીમને બોલાવવામાં આવી છે. આમાં ફાયર સેફ્ટીથી લઇને જે કોઇની બેદરકારી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નીચે કેમિકલ ઢોળાયેલું હોવાથી આગ ઝડપથી પ્રસરી: DySP
આ અંગે DySP ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં અમારો પોલીસ સ્ટાફ અને ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. ટ્રકમાંથી કેમિકલનાં બેરલ ખાલી કરતાં અચાનક આગ લાગી હતી અને નીચે પણ કેમિકલ ઢોળાયેલું હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. ત્રણ ડેડબોડી બહાર કાઢી છે, જ્યારે ચાર ઇજાગ્રસ્તો છે, જેમાં એકને વધુ ઇજાઓ પહોંચી છે. સહાય માટે હું મુખ્યમંત્રી સાથે વાત કરીશ: ધારાસભ્ય
આ અંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે જણાવ્યું હતું કે આગનો આ બનાવ ખૂબ જ દુ:ખદ છે. સવારે કેમિકલ ટ્રાન્સપોર્ટ વખતે કેમિકલનાં પીપોમાં કોઇ કારણોસર આગ લાગી હતી, જેની જાણ થતાં ફાયર વિભાગ તરત પહોંચી ગયો હતો, પરંતુ કેમિકલ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી આવી હતી. અત્યારે આગ પર કાબૂ આવી ગયો છે, પણ આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાં છે, જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોનાં પરિવારજનોને અને ઇજાગ્રસ્તોને સહાય મળે એ અંગે હું મુખ્યમંત્રી સાથે વાત કરીશ. હું બચાવવા જતો હતો ને અચાનક બ્લાસ્ટ થયો: સ્મિથ પટેલ
આગને નજરે જોનાર સ્મિથ પટેલે જણાવ્યું હતું કે મારી દુકાન આગળ જ છે. મેં જેવી આગ જોઇ કે તરત હું બાઇક લઇને અહીં આવ્યો. મેં જોયું તો બધા ભાગતા હતા ,કોઇએ 108ને ફોન નહોતો કર્યો એટલે મેં સૌથી પહેલા 108ને ફોન કર્યો. અહીં બધા ભાગતા હતા, હું બચાવવા નજીક જતો હતો કે તરત જ એક બ્લાસ્ટ થયો, એમાં એક માણસ જીવતો ભૂંજાઇ જતાં મેં મારી નજરે જોયો. આગ એટલી વિકરાળ હતી કે આ ગોડાઉનનો જે શેડ હતો એનાથી 20 ફૂટ જેટલી ઉપર આગ જતી હતી. મેં ફોન કર્યા બાદ 108, પોલીસ અને ફાયર વિભાગ પણ તરત ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. મેં બચાવવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ એટલા જોર જોરથી બ્લાસ્ટ થતા હતા કે હું બચાવી ન શક્યો. મૃતકોના નામ હજી બે દિવસ અગાઉ બુધવારે જ સુરતમાં સિટીલાઇટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલમાં અમૃતયા સ્પા અને જિમ-11માં આગ લાગવાની ઘટના બની હતી. આગ જિમમાં લાગી હતી, પણ એનો ધુમાડો સ્પા સુધી પહોંચ્યો હતો. એને કારણે ગૂંગળામણથી 2 સ્પા ગર્લનાં મોત થયાં હતાં. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો…