back to top
Homeદુનિયાપાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ:ક્વેટામાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર વિસ્ફોટ; 20ના મોત, 30 ઘાયલ

પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ:ક્વેટામાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર વિસ્ફોટ; 20ના મોત, 30 ઘાયલ

પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે સવારે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં 20ના મોત થયા હતા. જ્યારે 30 ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે પેશાવર જવા રવાના થવાની હતી. પ્રાથમિક તપાસમાં આ આત્મઘાતી હુમલાખોરનો મામલો જણાય છે. આ અંગે તપાસ ચાલુ છે. હુમલાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મીએ લીધી બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે. બલૂચ લિબરેશન આર્મી (BLA)ના પ્રવક્તાએ કહ્યું, “અમે ક્વેટા રેલવે સ્ટેશન પર પાકિસ્તાની સેના પર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારીએ છીએ. આજે સવારે ક્વેટા રેલવે સ્ટેશન પર પાકિસ્તાની આર્મી યુનિટ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે તેઓ ઈન્ફન્ટ્રી સ્કૂલમાંથી કોર્સ પૂરો કર્યા બાદ જાફર એક્સપ્રેસથી પરત ફરી રહ્યા હતા. આ હુમલો BLAના આત્મઘાતી યુનિટ મજીદ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં મીડિયાને વિગતવાર માહિતી આપવામાં આવશે. સ્ટેશન પર ભીડને જોતા મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આ પહેલા એસએસપી મોહમ્મદ બલોચે કહ્યું હતું કે આ ઘટના “આત્મઘાતી હુમલા જેવી લાગે છે, પરંતુ હાલમાં કંઈપણ કહેવું ઉતાવળભર્યુ રહેશે.” આ મામલે તપાસ ચાલી રહી છે. અગાઉ, ઈધી બચાવ સેવાના વડા ઝીશાને કહ્યું હતું કે વિસ્ફોટ “રેલવે સ્ટેશનની અંદર થયો હતો.” ટ્રેન પેશાવર જવા રવાના થવાની હતી બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે અને ઘટનાનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. સરકારી અધિકારીએ કહ્યું કે ત્યાંની હોસ્પિટલોમાં ‘ઇમરજન્સી’ લાગુ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે “ઘાયલોને મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.” ઘટનાના ફૂટેજમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર કાટમાળ દેખાઈ રહ્યો છે જે સમયે પ્લેટફોર્મ પરથી એક ટ્રેન પેશાવર જવા માટે તૈયાર હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments