બાંગ્લાદેશના ચટગાંવમાં કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન હેફાઝત-એ-ઈસ્લામે શુક્રવારની નમાજ બાદ ઈસ્કોન વિરુદ્ધ રેલી કાઢી હતી. જેમાં ઇસ્કોનના ભક્તોને પકડીને મારી નાંખવાના નારા લગાવવામાં આવ્યા હતા. આંદોલનકારીઓએ કહ્યું કે જો ઇસ્કોન પર પ્રતિબંધ નહીં મુકાય તો તેઓ આંદોલન કરશે. તેમણે 5 નવેમ્બરના રોજ હજારી લેન વિસ્તારમાં બનેલી ઘટનામાં સામેલ લોકોની ધરપકડ અને સજાની માગ કરી હતી. મુસ્લિમ બિઝનેસમેનની ફેસબુક પોસ્ટને કારણે વિવાદ શરૂ થયો હતો
રિપોર્ટ્સ અનુસાર, મુસ્લિમ બિઝનેસમેન ઉસ્માન અલીએ ફેસબુક પર ઈસ્કોનને આતંકી સંગઠન ગણાવ્યું હતું. આનાથી હિંદુઓ નારાજ હતા. તેઓએ 5 નવેમ્બરે ચટગાંવમાં હજારી લેન વિસ્તારમાં ઉસ્માનની દુકાનની સામે વિરોધ કર્યો હતો. સેનાએ દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો. આનાથી તેઓ વધુ ગુસ્સે થયા. જેમાં 12 પોલીસકર્મીઓ અને ઘણા હિંદુઓ ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર આ પછી, અચાનક રાત્રે પોલીસ અને સેના હજારી લેનમાં પહોંચી ગયા અને સ્થાનિક હિંદુઓની સાથે મારપીટ કરી. હજારી ગલી વિસ્તારમાં લગભગ 25,000 લોકો રહે છે, જેમાંથી 90% હિંદુઓ છે. તે જ સમયે ઇસ્કોને દાવો કર્યો છે કે હજારી લેનની ઘટનામાં તેમની કોઈ સંડોવણી નથી. તેમણે પોતાના ભક્તોની સુરક્ષાની પણ માગ કરી છે. ઇસ્કોનના ભક્તોને ધમકી આપતો વીડિયો ભારતમાં પણ બાંગ્લાદેશી હિંદુઓની સુરક્ષાની માગ ઉઠી છે
ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘અમે બાંગ્લાદેશની ગંભીર સ્થિતિને લઈને અત્યંત ચિંતિત છીએ. ઇસ્લામિક કટ્ટરપંથીઓ ખુલ્લેઆમ શ્રદ્ધાળુઓને પકડવાની, તેમને ત્રાસ આપવાની અને પછી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. અમે તેમની સુરક્ષાને લઈને ચિંતિત છીએ. આ હિંસક ક્રિયાઓને રોકવા માટે પ્રયત્નો કરવા જોઈએ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત હુમલા, 3 મહિનામાં 250થી વધુ કેસ
થોડા દિવસ પહેલા જ ચિત્તગોંગમાં ઈસ્કોન સંસ્થાના સેક્રેટરી ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી ઉર્ફે ચંદન કુમાર ધર સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર ચટગાંવના ન્યુ માર્કેટમાં આઝાદી સ્તંભ પર રાષ્ટ્રધ્વજની ઉપર ભગવો ધ્વજ ફરકાવવાનો આરોપ હતો. આ ધ્વજ પર ‘સનતની’ લખેલું હતું. બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટે શેખ હસીનાની સરકાર પડી. ત્યારથી, લઘુમતી હિન્દુ સમુદાય પર હુમલાના 250 થી વધુ કેસ નોંધાયા છે.