back to top
Homeસ્પોર્ટ્સબીજી અનઑફિશિયલ ટેસ્ટ-AUS-A એ IND-Aને 6 વિકેટે હરાવ્યું:સિરીઝ 2-0થી જીતી, સેમ કોન્સ્ટાસની...

બીજી અનઑફિશિયલ ટેસ્ટ-AUS-A એ IND-Aને 6 વિકેટે હરાવ્યું:સિરીઝ 2-0થી જીતી, સેમ કોન્સ્ટાસની ફિફ્ટી; IND-A તરફથી બીજી ઇનિંગમાં પણ ધ્રુવ જુરેલની લડાયક બેટિંગ

ઓસ્ટ્રેલિયા A એ ઈન્ડિયા-A ને બીજી અનઑફિશિયલ ટેસ્ટમાં 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ સિરીઝ 2-0થી જીતી લીધી હતી. સિરીઝની પ્રથમ મેચ યજમાન ટીમે 7 વિકેટે જીતી હતી. ઈન્ડિયા-A એ બીજી ટેસ્ટમાં કાંગારૂઓ સામે જીતવા માટે 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો, આ સ્કોર ઓસ્ટ્રેલિયા-A એ માત્ર 4 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા-A માટે સેમ કોન્સ્ટાસે બીજી ઇનિંગમાં 73 રનની અણનમ ઇનિંગ રમી હતી. મેચના ત્રીજા દિવસે ભારતનો બીજો દાવ 229 રનમાં સમેટાઈ ગયો હતો. ધ્રુવ જુરેલે 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની સિવાય તનુષ કોટિયાને 44, નીતિશ રેડ્ડીએ 36 અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 29 રન ઉમેર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કોરી રોકીયોલીએ 4 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાએ પ્રથમ ઓવરમાં 2 વિકેટ લીધી
ટીમ ઈન્ડિયાએ 168ના સ્કોરને ડિફેન્ડ કરવા માટે શાનદાર શરૂઆત કરી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાએ ઇનિંગની પહેલી જ ઓવરમાં માર્કસ હેરિસ અને કેમરૂન બેનક્રોફ્ટને આઉટ કર્યા હતા. આ પછી મુકેશ કુમારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન નાથન મેકસ્વીની અને તનુષ કોટિયને ઓલિવર ડેવિસને બોલ્ડ કરીને ભારતને વધુ બે સફળતા અપાવી. જો કે આ પછી ભારતીય બોલરો એક પણ વિકેટ લઈ શક્યા ન હતા. સેમ કોન્સ્ટાસની અડધી સદી
એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટે 73 રન હતો. આ પછી સેમ કોન્સ્ટાસ અને બ્યુ વેબસ્ટરે મેચ વિનિંગ પાર્ટનરશિપ કરી હતી. બંનેએ સાથે મળીને 123 બોલમાં 96 રન ઉમેર્યા અને ટીમને જીત તરફ દોરી ગયા. સેમ કોન્સ્ટાસે 128 બોલમાં 73 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગમાં 7 ફોર અને 1 સિક્સ પણ ફટકારી હતી. જ્યારે બ્યુ વેબસ્ટરે 66 બોલમાં 46 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતીય ટીમ 229 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ
શુક્રવારે બીજા દિવસે ઈન્ડિયા-A એ બીજી ઇનિંગમાં 5 વિકેટ ગુમાવીને 73 રન બનાવ્યા હતા. આ પછી ધ્રુવ જુરેલે ફરી એકવાર ઇનિંગની કમાન સંભાળી અને 68 રનની શાનદાર ઇનિંગ રમી. તેના સિવાય તનુષ કોટિયાને 44, નીતિશ રેડ્ડીએ 36 અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 29 રન ઉમેર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કોરી રોકીયોલીએ 4 વિકેટ ઝડપી હતી. ઈન્ડિયા-A માટે બીજી ઇનિંગ્સમાં અભિમન્યુ ઇશ્વરન 17 રન, ઋતુરાજ ગાયકવાડ 11, કેએલ રાહુલ 10, સાઇ સુદર્શન 3 અને દેવદત્ત પડિકલ 1 રન બનાવીને આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા-A તરફથી બ્યુ વેબસ્ટરને 3 અને નાથન મેકએન્ડ્રુને 2 વિકેટ મળી હતી. ભારતે પ્રથમ દાવમાં 161 રન બનાવ્યા હતા
ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 161 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલે પહેલી ઇનિંગમાં પણ અડધી સદી ફટકારી હતી અને 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ઈન્ડિયા-A ના આ સ્કોરના જવાબમાં ઓસ્ટ્રેલિયા-A એ 223 રન બનાવ્યા હતા અને 62 રનની લીડ મેળવી હતી. કેએલ રાહુલ ઓસ્ટ્રેલિયામાં પણ નિષ્ફળ રહ્યો
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં ફ્લોપ રહ્યા બાદ કેએલ રાહુલને ઈન્ડિયા-A તરફથી રમવા ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યો હતો. ભારતીય બેટર કેએલ રાહુલ ઓપનિંગ પોઝિશન પર નિષ્ફળ રહ્યો હતો. તેને પહેલી ઇનિંગમાં 4 રને સ્કોટ બોલેન્ડે આઉટ કર્યો હતો. બીજી ઇનિંગમાં તે 10 રન બનાવીને વિચિત્ર રીતે આઉટ થયો હતો. અહીં સ્પિનર ​​કોરી રોકીયોલીએ શોટ રમ્યા વિના બોલ પેડ લાઇન પર છોડી દીધો અને ક્લીન બોલ્ડ થયો. ઈન્ડિયા-A અને ઓસ્ટ્રેલિયા-A ની પ્લેઇંગ-11- ઈન્ડિયા-A: અભિમન્યુ ઇશ્વરન, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સાઈ સુદર્શન, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતિશ રેડ્ડી, તનુષ કોટિયન, ખલીલ અહેમદ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને મુકેશ કુમાર. ઓસ્ટ્રેલિયા-A: માર્કસ હેરિસ, સેમ કોન્સ્ટાસ, કેમેરોન બેનક્રોફ્ટ, નાથન મેકસ્વિની (કેપ્ટન), બ્યુ વેબસ્ટર, ઓલિવર ડેવિસ, જીમી પીયર્સન (વિકેટકીપર), માઈકલ નેસર, નાથન મેકએન્ડ્રુ, સ્કોટ બોલેન્ડ અને કોરી રોકીઓલી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments