કહેવાય છે મોત આવવાનો કોઈ સમય નથી હોતો. આવી જ એક ઘટના સુરત શહેરના રાંદેર વિસ્તારમાં બની હતી. જ્યાં ક્રિકેટ રમતી વખતે 51 વર્ષીય આધેડ પાણી પીધા બાદ થોડું ચાલીને દુખાવો ઉપડતાં ઘૂંટણીએ બેઠ્યાં હતાં. જે બાદ બે સેકન્ડમાં જ તેઓ ઢળી પડતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. બાદમાં તેઓને સારવાર માટે હોસ્પિટલ પણ લઈ જવામાં આવતા ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મકસુદભાઈનું મોત આર્ટ-એટેક કારણે થયું હોવાની આશંકા ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય ખેલાડીની જેમ વાત કરતા હતા ને…
સુરતના રાંદેર ખાતે આવેલ સુલતાનિયા જીમખાના ગ્રાઉન્ડ પર પટની સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચાલુ મેચ દરમિયાન નાનકડો બ્રેક આવતા તમામ ખેલાડીઓ ગ્રાઉન્ડમાં ઊભા રહીને વાતચીત કરી રહ્યાં હતાં. આ મેચમાં 51 વર્ષીય મકસુદ અહમદભાઈ બુટવાલા (મોન્ટુ સર) પણ રમી રહ્યાં હતાં. તેઓ પણ બ્રેકમાં સામાન્ય ખેલાડીની જેમ ઊભા રહીને અન્ય ખેલાડી સાથે વાત કરી રહ્યાં હતાં. જે બાદ એક બાળક તેમના માટે પાણી લઈને આવતા તેઓએ ઘૂંટણીએ બેસીને પાણી પીધું હતું. જે બાદ ઉભા થઈને થોડા ચાલ્યા બાદ એકાએક ઘૂંટણી બેસી ગયાં હતાં અને બે સેકન્ડ બાદ ઢળી પડ્યાં હતાં. ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા
ચાલુ ક્રિકેટ દરમિયાન મકસુદભાઈ એકાએક ઢળી પડતાં ક્રિકેટ પીચ પર હાજર ખેલાડીઓએ તેઓને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો પણ ઉઠ્યા જ નહિ. જે બાદ મેચ જોવા આવેલા લોકો પણ ગ્રાઉન્ડમાં દોડી આવ્યા હતાં અને તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ મકસુદભાઈને તપાસી મૃત જાહેર કર્યા હતાં. ઘટનાનો વીડિયો સામે આવ્યો
ચાલુ મેચમાં ઢળી પડવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, પહેલાં મકસુદભાઈ પાણી મંગાવીને બ્રેક દરમિયાન પીતા નજરે આવે છે. પાણી પીધા બાદ ચાર કદમ ચાલીને આગળ જાય છે અને ગ્રાઉન્ડ પર બેસી જાય છે અને એકાએક ઢળી પડે છે. હાર્ટ-એટેકથી મોકની આશંકા
મકસુદભાઈ મોન્ટુ સર નામથી ઓળખાતા હતા અને પોતાનું ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતાં. આ સાથે જ સમાજ સેવા ક્ષેત્રે પણ લોકોની ઘણી મદદ કરતા હતા. તેઓના અચાનક મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયું છે. તેઓનું મોત આર્ટ-એટેકથી થયું હોવાની આશંકા તબીબો દ્વારા સેવવામાં આવી છે.