વડોદરાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી. વી. મુરજાણીએ ગત રાત્રે (8 નવેમ્બર, 2024) પોતાના ઘરે પોતાની લાઇસન્સ વાળી રિવોલ્વરથી લમણે ગોળી મારી આપધાત કરી લીધો હતો. આ મામલે હાલમાં પાણીગેટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. આપઘાત પહેલા પી. વી. મુરજાણીએ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાઇરલ કાર્યો હતો. જેમાં માનેલી પુત્રી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરના ત્રાસના કારણે આપઘાત કાર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. મહત્વની બાબત છે કે, આ આખી ઘટનામાં જાગૃત ગ્રાહક સુરક્ષા ફોરમ ઓફિસ અને મર્સિડિઝ કાર આપઘાતનું કારણ હોવાનું હાલમાં ચર્ચાઈ રહ્યું છે. સંગીતાએ ફોટો ફેસબુક પર મૂકવા દબાણ કર્યું
આ સમગ્ર મામલે હાલમાં પાણીગેટ પોલીસ તપાસ કરી રહી છે. પી. વી. મુરજાણીએ માનેલી પુત્રી કોમલ સિકલીગરને લાભ પાંચમના દિવસે એક કરોડની મર્સિડિઝ કાર ખરીદી આપી હતી. સાથે જ તેને એક પેટ્રોલ પંપ પણ શરૂ કરી આપ્યો હતો. મર્સિડિઝ કાર ખરીદ્યા બાદ માનેલી દીકરીની માતા સંગીતાએ મેસેજ કર્યો હતો કે, કોમલ અને મારો ફોટો ફેસબુક પ્રોફાઇલમાં મૂકો. ત્યારે તેઓએ પોતાની પત્નીને દુઃખ થશે તેવું કહ્યું હતું. ત્યારે સામેથી મેસેજ આવ્યો કે, મારે તમારી સાથેના સંબંધ ખતમ કરાવવાના છે, એટલે જ આ પોસ્ટ મૂકવાનું કહું છું. આ સાથે જ પોલીસ સ્ટેશનમાં જવાની પણ સંગીતાએ વાત કરી હતી. લાભપાંચમે મૃતકે માનેલી દીકરીને કાર ગિફ્ટ કરી હતી
આ મેસેજ અને કારેલીબાગ ખાતે આવેલું જાગૃત ગ્રાહક સુરક્ષા ફોરમ ઓફિસને પોતાના નામે કરવા માટે માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગર દ્વારા અવારનવાર મેસેજ અને કોલ કરી ત્રાસ આપતાં આખરે આ પગલું ભર્યું હતું. મહત્વની વાત છે કે, દિવાળીના લાભ પાંચમે ખરીદેલી મર્સિડિઝ કાર આ મોતનું કારણ છે કે કેમ? તે અંગે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે મોબાઈલ અને રિવોલ્વર કબજે કર્યાં
આ મામલે પાણીગેટ પોલીસ મથકમાં BNNS 194 મુજબ મૃતક પુરુષોત્તમ મુરજાણીના પરિજન જગદીશ મુરજાણીએ આપઘાત મામલે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પાણીગેટ પોલીસ મથકના પીએસઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તેઓએ આ અકસ્માતે મોતની ઘટનામાં રિવોલ્વર દ્વારા માથાના ભાગે ફાયરીંગ કરી આત્મહત્યા કરી હોવાનું કારણ જણાવ્યું છે. હાલ સુધીમાં પોલીસ તપાસમાં એફએસએલ દ્વારા મેસેજ કરાયો છે તે મોબાઇલ અને રિવોલ્વર જપ્ત કરવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો….‘માનેલી દીકરી અને તેની માતાથી ત્રાસી ગયો’, આપઘાત પહેલાં સો.મીડિયામાં મેસેજ વાઇરલ કર્યા બોડી ફેરવતાં જ પાસેથી રિવોલ્વર મળી હતીઃ જગદીશભાઈ
આ અંગે મૃતકના પરિજન જગદીશ મુરજાણીએ જણાવ્યું હતું કે, આ અંગેની માહિતી મળતાની સાથે જ હું અને મારી પત્ની ત્યાં પહોંચ્યા હતા. ત્યાં જોયું તો રૂમમાં કોઈ જ નહોતું માત્ર મારા કાકી જ હતા. ત્યાં પહોંચીને જોયું તો કાકાના નાકમાંથી લોહી નીકળતું હતું. મને હતું કે તેઓને બ્રેન હેમરેજ થયું છે. શરૂઆતમાં મને ખબર ન પડી અને મેં એમ્બ્યુલન્સને તાત્કાલિક ફોન કર્યો હતો. દરમિયાન મેં બોડીને સીધી કરી સીપીઆર આપ્યું હતું, પરંતુ બોડી ફેરવતા જ પાસેથી રિવોલ્વર મળી હતી. ત્યારબાદ મેં મારા કાકીને પૂછ્યું હતું કે, રિવોલ્વર જમા હતી તો ક્યાંથી પાછી આવી? તો તેઓએ કહ્યું કે, ખબર નથી મને, તેઓ આજે કદાચ લાવ્યા હોય તો. ‘પોલીસ લખેલી પોસ્ટ શોધતી હતી’
વધુમાં જણાવ્યું કે, ચાર ઇલેક્શનથી આ રિવોલ્વર જમા હતી અને તેઓએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે બપોરના સમયે રિવોલ્વર લીધી હતી. ત્યારબાદ આ મેસેજ ટાઈપ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ આવી પહોંચી હતી અને તેઓએ લખેલી પોસ્ટ શોધતી હતી. પોલીસે શરૂઆતમાં તેઓની બોડીની આસપાસ અને ખિસ્સા તપાસ્યા હતાં, પરંતુ કોઈ મળ્યું નહોતું. હાલમાં તેઓ પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી, પરંતુ સોશિયલ મીડિયામાં જે મેસેજ મૂક્યો છે તેના આધારે બધી માહિતી બહાર આવી છે. ‘મરનારી વ્યક્તિ ક્યારેય ખોટું લખે જ નહીં’
તેમણે વધુમાં જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં આશંકામાં જે કઈ હકીકત હતી તે મરણજનાર વ્યક્તિએ લખ્યું છે. મરનાર વ્યક્તિ ક્યારેય ખોટું લખે જ નહીં. જો આપણને કોઈએ દુઃખ આપ્યું હોય તો તેઓના વિશે પણ આપણે એ રીતે જ લખતા હોય છે. ત્રાસ આપ્યો હોય તો જ તેઓનું નામ લખ્યું હોય અને કંટાળીને આ પગલું ભર્યું છે. ‘ન્યાયતંત્ર મને ન્યાય જરૂર આપશે’
ન્યાય બાબતે પૂછતા તેઓ રડી પડ્યા હતા અને કહ્યું કે, મને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. ઉલ્લેખ કરાયેલા નામ સામે કાર્યવાહી થશે તો તે બાબતે તેઓ જણાવ્યું કે, આ બાબતે કાર્યવાહી થશે. આ બાબતે કંઈ ખ્યાલ નહોતો, પરંતુ સુસાઇડ નોટ વાંચ્યા પછી અમને ખબર પડી. તેઓના પરિવારમાં કોઈ દીકરી નહોતી, માત્ર તેઓની માનેલી દીકરી હતી. તેઓ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા હતા અને મને પૂરે ભરોસો છે કે, ન્યાયતંત્ર મને ન્યાય આપશે. ઘર ગીરવી મૂકીને કોમલને પેટ્રોલ પંપ લઈ આપ્યો હતો
પુરુષોત્તમ મુરજાણીએ તેની સુસાઇડ નોટમાં લખ્યું છે કે મારું અને મારી પત્નીનું ઘર બેંકમાં ગીરવી મૂકી માનેલી દીકરીને ડભાસા-પાદરા ખાતે પેટ્રોલ પંપ ખરીદીને આપ્યો છે. આ પેટ્રોલ પંપની જમીનનો દસ્તાવેજ મારા નામે છે. ઉપરાંત તેઓએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, પેટ્રોલ પંપની જમીનનો દસ્તાવેજ કોમલના નામે કરી આપવા કોમલ અને તેની માતા સંગીતા ગઈકાલથી પાછળ પડ્યાં છે.