back to top
Homeગુજરાતવડોદરાની પેરા સ્વિમરનો ગોવામાં ડંકો:પાવાગઢમાં ટ્રેકિંગ વખતે 16 વર્ષની ઉંમરે દુર્ઘટનામાં સ્પાઈનલ...

વડોદરાની પેરા સ્વિમરનો ગોવામાં ડંકો:પાવાગઢમાં ટ્રેકિંગ વખતે 16 વર્ષની ઉંમરે દુર્ઘટનામાં સ્પાઈનલ કોડ ઇન્જરી થઈ, હિંમત એકઠી કરી સ્વિમિંગ શરું કર્યું ને 7 ગોલ્ડ મેડલ મેળવ્યા

તાજેતરમાં જ ગોવાના પણજીમાં યોજાયેલી નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની પેરા સ્વિમર ગરીમા વ્યાસે એક ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. ગરીમાએ અત્યારસુધીમાં નેશનલ લેવલે 7 ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને આગામી દિવસોમાં પેરા ઓલિમ્પિક રમીને દેશનું નામ રોશન કરવાની ઇચ્છા ધરાવે છે. હું છેલ્લા 4 વર્ષથી સ્વિમિંગ કરું છું
વડોદરાના પેરા સ્વિમર ગરીમા વ્યાસે જણાવ્યુ હતું કે, હું છેલ્લા 4 વર્ષથી સ્વિમિંગ કરું છું. મારી સાથે બનેલી દુર્ઘટના બાદ મારું સ્વિમિંગ શરૂ કરવાનો આશય મારા હેલ્થ માટેનો હતો અને પાણી મને નાનપણથી ખૂબ ગમતુ હોવાથી પાણીમાં રહેવા મળે. હું નાની હતી, ત્યારથી મને સ્વિમિંગ આવડતું હતું, પરંતુ ક્યારેય કોમ્પિટીશન વિશે વિચાર્યું નહોતું. મને ઇન્જરી થયા પછી હેલ્થ પર્પસથી સ્વિમિંગ શરૂ કર્યું હતું. એ વખતે મારી સામે મોટો પડકાર આવ્યો હતો કે, મારી લોઅર બોડીનો કોઈ કંટ્રોલ રહ્યો નહોતો. જેથી મારે અપર બોડીથી સ્વિમિંગ કરવાનું હતું. જેથી મેં ખૂબ એક્સપેરીમેન્ટ કર્યાં હતા. આ દરમિયાન મારા ટ્રેનરનો મને સપોર્ટ મળ્યો હતો. હું અપર બોડીથી સ્વિમિંગ કરી શકું છું
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં અલકાપુરી જીમખાનમાં કીરા મેમ પાસે ટ્રેનિંગ લીધી હતી. તેમણે જ મને કોમ્પિટીશનમાં ભાગ લેવા માટે મોટીવેટ કરી હતી. કારણ કે, મારામાં ખૂબ એનર્જી હતી અને મેં સરળતાથી એડોપ્ટ કરી લીધુ હતું કે, હું અપર બોડીથી સ્વિમિંગ કરી શકું છું. ત્યારબાદ મને ખેલ મહાકુંભ અને નેશનલ રમવાની તક મળી હતી. ત્યાંનો માહોલ જોયા પછી મને વધારે મોટીવેશન મળ્યું હતું. ત્યારબાદ મેં વધારે સિરીયસ થઈને ટ્રેનિંગ શરૂ કરી હતી અને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વિવેક સર પાસેથી તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. પછી ફિઝીયોની ટ્રેનિંગ શરૂ કરી અને ડાયટ પ્લાન પણ બનાવ્યો. મારી મેઇન સ્ટાઈલ બ્રેથ સ્ટ્રોક છે
તેઓએ ઉમેર્યું હતું કે, ધીમે ધીમે મારી આખી લાઈફ સ્ટાઈલ જ બદલાય ગઈ છે, કોલેજ લાઈફ, વર્ક લાઈફ અને સ્વિમિંગની સાથે બધુ જ મેનેજ થવા લાગ્યું. ગોવામાં યોજાયેલી નેશનલ ચેમ્પિયનશિપ એ મારી ચોથી નેશનલ ચેમ્પિયનશિપ હતી. જ્યાં મેં 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બોન્ઝ મેડલ મેળવ્યો છે. ખેલ મહાકુંભમાંથી મને અત્યારસુધીમાં 6 ગોલ્ડ મેળવ્યા છે. આ ઉપરાંત નેશનલ લેવલે 7 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. મારી મેઇન સ્ટાઈલ બ્રેથ સ્ટ્રોક છે. મારો આગામી ગોલ સ્વિમિંગમાં ઇન્ટરનેશનલ ચેમ્પિયિશિપનો છે અને ભવિષ્યમાં પેરાલિમ્પિક રમવાનો પણ ગોલ છે. મારી મમ્મીએ મારા માટે તેમનું કરિયર હોલ્ડ પર રાખ્યું
તેઓએ કહ્યું કે, ક્લિનિક સાયકોલોજીસ્ટ તરીકે નાના બાળકોનું એસેસમેન્ટ કરવાની પણ મારી ઈચ્છા છે. તેમને મદદ કરવાનો મારો હેતુ છે. હું રોજ એકથી દોઢ કલાક સ્વિમિંગ કરું છું. હું અઠવાડિયામાં 3 દિવસ જિમ જાવ છું અને 3 દિવસ ઘરે જ કસરત કરું છું. રોજ હું 4 કલાક જેટલી કસરત કરું છું. મને મારા પરિવારનો ખૂબ સપોર્ટ રહ્યો છે. મારા મમ્મી-પપ્પાએ મારા માટે ખૂબ છોડ્યું છે અને એફર્ટ પણ કર્યાં છે. મારી મમ્મીએ મારા માટે તેમનું કરિયર હોલ્ડ પર રાખ્યું હતું. સ્વિમિંગમાં દોઢ સેકન્ડથી આગળનો નેશનલ રેકોડ તોડ્યો
ગરીમાના માતા કેજલબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, મારી દીકરી આખું વર્ષ ખૂબ મહેનત કરી છે. જેનું ફળ તેને નેશનલ ચેમ્પિયનશિપમાં મળ્યું છે. મારી દીકરીએ સ્વિમિંગમાં દોઢ સેકન્ડથી આગળનો નેશનલ રેકોડ તોડ્યો છે. હું મારી દીકરીનો સપોર્ટ સ્ટાફ છું. હું મારી દીકરીની સાથે સતત રહું છું. આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોબ્લમ છે. પ્રોપર રેમ્પ નથી, સ્પેસ પણ ઓછી હોય, વ્હીલચેર અંદર જઈ ન શકે. ઇન્ફાસ્ટ્રક્ચર ન હોવાથી મારે દીકરી સાથે જ રહેવું પડતું હોવાથી હું મારું પ્રોફેશનલ વર્ક કરી શકતી નથી. સ્વિમર તરીકે તે દેશનું નામ રોશન કરે
વધુમાં જણાવ્યું હતું કે, મારી અપીલ છે કે, યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરો. જેથી તકલીફો દૂર થાય. હું ઈચ્છુ છું કે, મારી દીકરી સાયક્લિસ્ટ તરીકે તે સારું પરર્ફોમ કરે અને સ્વિમર તરીકે તે દેશનું નામ રોશન કરે અને પેરા ઓલિમ્પિક સુધી જઈ શકે અને તે તેના માટે પ્રયત્ન કરતી રહે અને સપોર્ટ પણ મળતો રહે. ધો.10 અને 12માં સારું પરફોર્મ કર્યું અને સ્કૂલ ટોપર બની
ગરીમાના પિતા ધનંજયભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, ગરીમા એનું નામ સાર્થક કરે છે. જ્યારે એ 15 વર્ષની હતી, ત્યારે એને સ્પાઈનલ કોડ ઇન્જરી થઈ હતી. એના કરોડરજ્જુના જ્ઞાન તંતુમાં ડેમેજ થયું હતું. કોઈ માણસને થઈ શકે એમાંથી ખરાબમાં ખરાબ આ ઇન્જરી છે. જેમાં ઘણી વખત લોકો ડિપ્રેશ થઈ જતા હોય છે. તેમ છતાં ગરીમાએ તેની તકલીફોને ભૂલીને ધો.10 અને 12માં સારું પરફોર્મ કર્યું અને સ્કૂલ ટોપર બની હતી. ગોવામાં ગરીમાએ 5 ઇવેન્ટમાં ભાગ લીધો હતો
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેને નાનપણથી સ્વિમિંગનો શોખ હતો. પરંતુ ઇન્જરી અને કોવિડના લીધે તેણે સ્વિમિંગ છોડી દીધું હતું. જો કે, કોરોના પછી તેને સ્વિમિંગ ફરીથી શરૂ કર્યું અને સખત મહેનત શરૂ કરી હતી. ગોવામાં ગરીમાંએ 5 ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાંથી 4 મેડલ મેળવ્યા છે. અહીં દેશભરમાંથી 500 ખેલાડી આવ્યા હતા. જેમાંથી ગરીમાએ સારું પરફોર્મ કર્યું. મને મારી દીકરી પર ગર્વ છે. સામાન્ય રીતે બાળકો મા-બાપ પાસેથી પ્રેરણા લેતા હોય છે, પણ મારા કેસમાં એવુ છે કે, હું મારી દીકરીમાંથી પ્રેરણા લઉં છું. પેટથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હતો
ગરીમાં હાલ વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં ક્લિનિક સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. વર્ષ-2016માં ગરીમા જ્યારે 16 વર્ષની હતી ત્યારે પરિવાર સાથે પાવાગઢ ટ્રેકિંગમાં ગઈ હતી. જ્યાં ખુણિયા મહાદેવ પાસેના ધોધ નીચે તે સ્વિમિંગ કરી રહી હતી, ત્યારે એક યુવક પાણીમાં લપસી પડ્યો હતો અને તેની લાત ગરીમાના પેટમાં વાગતા કરોડરજ્જુમાં ગંભીર ઇજાના કારણે ગરીમાનો પેટથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હતો અને ત્યારથી તે સ્પાઈનલ કોડ ઇન્જરીને કારણે ગરિમા પેરાપ્લેજિક સ્થિતિમાં છે, તેમ છતા હિંમત હાર્યા વગર ગરીમાએ જિંદગીને પાછી પાટા પર ચઢાવી દીધી અને કોરોનાના બે વર્ષ બાદ સ્વિમિંગ પુલ ફરીથી ખુલ્યા ત્યારે ફરી સ્વિમિંગ તાલીમ શરૂ કરી હતી. ગરિમા માનસિક રીતે ખૂબ જ મજબૂત છે અને જીવનમાં સકારાત્મક અભિગમ ધરાવે છે. તે અભ્યાસ અને સ્વાસ્થ્ય સુધારણાની સાથે સાથે સ્વિમિંગ પર ધ્યાન આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments