બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે સરહદી પંથકમાં પોલીસ વિભાગ પણ સજ્જ બન્યું છે. થરાદ ડીવાયએસપી એ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, વાવ સુઈગામ માવસરી ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચૂંટણી છે. ત્યારે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે અને લોકો એ નિર્ભય બની મતદાન કરી શકે તે માટે પોલીસ સતત લોકોની વચ્ચે રહી કાયદો વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખશે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેને લઈને પોલીસે પૂરતી વ્યવસ્થા કરી લીધી છે. બનાસકાંઠા લોકસભા ચૂંટણી બાદ ખાલી પડેલ વાવ વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લોકો નિર્ભર બની મતદાન કરે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને જેને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. થરાદ ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, 13 તારીખે જે મતદાન થવાનું છે. આ મતદાન વિસ્તાર વાવ, સુઈગામ, માવસરી અને ભાભર પોલીસ આમ ચાર પોલીસ સ્ટેશનો વિસ્તારમાં આવે છે. જેમાં આવતાં ગામડા અને બુથ પર મતદાન થવાનું છે. ખાસ કરીને આ એક લોકશાહીનો પર્વ છે. જેથી પોલીસ લોકોને અપીલ કરે છે કે વધારેમાં વધારે લોકો નિર્ભર બની મતદાન કરે અને કોઈ પણ ચિંતાનો વિષય નથી અને જે લોકો પોલીસના રડારમાં છે અને કાયદો વ્યવસ્થાનો ભંગ કરશે એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 300 જેટલા અટકાયતી પગલાં લીધેલા છે. પાસાં કરેલી છે તડીપાર કરેલ છે અને અમારે પ્રોહીબેશન એટલે કે દારૂના કેસો પણ કરેલા છે. જેમાં લગભગ 4.5 લાખ રૂપિયાનો દારૂ પકેડેલો છે અને કડકમાં કડક પગલાં પોલીસ અત્યારે લઇ રહી છે. પોલીસ દ્વારા તૈયારીઓ..
ડીવાયએસપી એ જણાવ્યું હતું કે, વાવ વિધાનસભા ચૂંટણીને લઇને બહારથી એસઆરપીની ત્રણ કંપની આવવાની છે અને એક એસઆરપીનું પ્લાટુન આવવાનું છે. હાલમાં સીઆરપીએફની કંપનીઓ અને બીએસએફની કંપની આવી ગઈ છે. આમ પૂરતાં પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને ગામડાઓમાં હથિયારધારી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.