અમિતાભ બચ્ચને ડિરેકટર વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘એકલવ્યઃ ધ રોયલ ગાર્ડ’માં કામ કર્યું હતું. શો KBCના તાજેતરના એપિસોડમાં, એક્ટરે ખુલાસો કર્યો કે એક દિવસ તે ફિલ્મના સેટ પર 10 મિનિટ મોડા પહોંચ્યો, અને ડિરેકટરે તેને સમગ્ર ક્રૂની સામે ઠપકો આપ્યો. જાણો શું હતી સમગ્ર ઘટના?
વિધુની ફિલ્મ ’12th ફેલ’માં કામ કરી ચૂકેલા એક્ટર વિક્રાંત મેસી KBCના તાજેતરના એપિસોડમાં જોવા મળ્યા હતા. આ પ્રસંગે બિગ બીએ નિર્દેશક સાથે કામ કરવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. તેમણે કહ્યું, અમે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા અને મોડી રાત થઈ ગઈ હતી. અમે લગભગ 3 વાગ્યાની આસપાસ પૅકઅપ કર્યું. પેકઅપ કર્યા પછી તેઓએ મને બીજા દિવસે સવારે 6 વાગ્યે સેટ પર આવવા કહ્યું. મેં આશ્ચર્યચકિત થઈને વિધુને કહ્યું, ‘તું ગાંડો થઈ ગયો છે?’ આટલું મોડું પેકઅપ કર્યા પછી તું કાલે આટલો વહેલો કેમ આવવા માગે છે?’ બિગ બીએ આગળ કહ્યું, ‘જોકે, હું બીજા દિવસે સવારે 6:10 વાગ્યે સેટ પર પહોંચ્યો હતો. તેણે આખી ટીમ સામે મને ઠપકો આપ્યો – ‘તમે દસ મિનિટ મોડા છો!’ આ ફિલ્મે કરી હતી 38 કરોડ રૂપિયાની કમાણી
2007માં રિલીઝ થયેલી ફિલ્મ એકલવ્યમાં અમિતાભ બચ્ચન સાથે સૈફ અલી ખાન, સંજય દત્ત, જેકી શ્રોફ, વિદ્યા બાલન અને શર્મિલા ટાગોર જેવા સેલેબ્સ જોવા મળ્યા હતા. 30 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 38 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મનું ડાયરેકશન અને મેકિંગ વિધુ વિનોદ ચોપરા દ્વારા કરવામાં આવ્યું હતું.