back to top
Homeગુજરાત'સાહેબ, કૂદકો ના માર્યો હોત તો જીવતા સળગી જાત':​​​​​​​આગની જ્વાળામાંથી સળગતાં ભાગેલા...

‘સાહેબ, કૂદકો ના માર્યો હોત તો જીવતા સળગી જાત’:​​​​​​​આગની જ્વાળામાંથી સળગતાં ભાગેલા મજૂરોએ કહ્યું- ‘કેમિકલની ચિંગારીએ વિકરાળ સ્વરૂપ લીધું, થોડીવારમાં જ ગોડાઉનમાં દોડા દોડ થઈ’

આજે સવારે ગણદેવીની ભીષણ આગની ઘટનાએ સમગ્ર નવસારીની પોલીસ, ફાયર ટીમ અને એમ્યુલન્સને દોડતી કરી નાખી હતી. કેમિકલથી લાગેલી એક નાની ચિંગારીએ આખા ગોડાઉનને સળગી દીધું હતું. આ દુર્ઘટનામાં એક કંપનીના મેનેજનર સહિત ચાર લોકો જીવતા ભૂંજાયા હતા. જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના ખરેખર કેવી રીતે બની તે જાણવા દિવ્યભાસ્કરે ઈજાગ્રસ્તો તેમજ નજરેજોનાર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. તો આવો જાણીએ આગની જ્વાળામાંથી મજૂરો કેવી રીતે બહાર નીકળ્યાં તેમજ આ આગ લાગવા પાછળ શું કારણ હોય શકે… ‘ગોડાઉનમાં બેઠો હતો ને આગ લાગી’: જીતેન્દ્ર સિંગ
આ ઘટનામાં ઇજાગ્રસ્તોને વલસાડ સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જ્યાં દિવ્યભાસ્કરની ટીમ પહોંચી અને તેઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. સૌથી પહેલાં અમે આગની ઝપેટમાં આવેલા ટ્રકના ડ્રાઈવર જીતેન્દ્ર સિંગ સાથે વાતચીત કરી. જેમાં તેમણે જણાવ્યું કે, સાહેબ, હું તો ગાડીનો ડ્રાઈવર છું. હું બીલીમોરાથી લિક્વિડ લઈને આવ્યો હતો. અને અડધી ગાડી સેલવાસથીપ આવી હતી. ગોડાઉનની અંદર બેઠો હતો અને થોડીવારમાં ધડાકા બાદ બહાર આગ લાગી. આગ શેના કારણે લાગી તે કેમિકલથી લાગી કે અન્ય કોઈ કારણે એ તો મને ખબર નથી. ધીરે-ધીરે આગ આખા ગોડાઉનમાં ફેલાવા લાગી. જે બાદ ગોડાઉનમાં દોડાદોડ શરૂ થઈને હું પણ ત્યાંથી ભાગીને બહાર દોડ્યો. ગોડાઉનમાં અમારી કંપનીના મેનેજર હતા પણ મજૂરો કેટલા હતા એની ખબર નથી. ‘કૂદકો ના માર્યો હોત તો આજે મરી જાત’: હેમંત જાવેકર
ત્યારબાદ અમે અન્ય એક ઈજાગ્રસ્ત હેમંત શંકરભાઇ જાવેકર સાથે વાતચીત કરી જેમાં તેઓએ જણાવ્યું કે, આ ઘટના બાદના થોડા સમય પહેલાં જ અમે ગોડાઉનમાં ગાડી અનલોડ કરી રહ્યા હતા. પહેલા બધુ બરોબર હતું પણ અચાનક એક ધડાકો થયો. ગોડાઉનમાં રહેલા અમે તમામ લોકો ડરી ગયા. ટ્રકમાં આગેલી આગ ધીરે-ધીરે ગોડાઉન તરફ વધવા લાગી અને ત્યાં દોડધામ મચી. આગની જ્વાળાને જોતા જ મે ગાડી ઉપરથી કૂદકો માર્યો ને ગોડાઉનમાંથી બહાર ભાગ્યો. પરથી હું અને અન્ય કેટલાક લોકો આગની ઝપેટમાં આવી ગયા. આગના કારણે મારા શરીરના અનેક ભાગો દાજી ગયા છે. જોકે, એ સમયે જો મેં કૂદકો ના માર્યો હોત તો આજે મરી ગયો હતો. કૂદવાથી થોડો દાજી ગયો છું પણ મારો જીવ બચી ગયો. હું બચાવવા જતો હતો ને અચનાક બ્લાસ્ટ થયો: સ્મિથ પટેલ
આગને નજરે જોનાર સ્મિથ પટેલે જણાવ્યું હતું કે, મારી દુકાન આગળ જ છે. મેં જેવી આગ જોઇ કે તરત હું બાઇક લઇને અહીં આવ્યો. મેં જોયું તો બધા ભાગતા હતા કોઇએ 108ને ફોન નહોતો કર્યો એટલે મેં સૌથી પહેલાં 108ને ફોન કર્યો. અહીં બધા ભાગતા હતા હું બચાવવા નજીક જતો હતો કે તરત જ એક બ્લાસ્ટ થયો એમાં એક માણસ જીવતો ભૂંજાઇ જતાં મેં મારી નજરે જોયો. આગ એટલી વિકરાળ હતી કે આ ગોડાઉનનો જે શેડ હતો એનાથી 20 ફૂટ જેટલી ઉપર આગ જતી હતી. મેં ફોન કર્યા બાદ 108, પોલીસ અને ફાયર વિભાગ પણ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યું હતું. મેં બચાવવાના ઘણા પ્રયત્ન કર્યા પણ એટલા જોર જોરથી બ્લાસ્ટ થતા હતા કે હું બચાવી ન શક્યો. આ પણ વાંચો: ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતાં અચાનક ભડકો થયો, ત્રણ જીવતા ભૂંજાયા, ચાર ઇજાગ્રસ્ત, બે હજી લાપતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments