વિજાપુર હાઇવે પર ખણુંસા નજીક બેફામ ટ્રકે રાહદારી વૃદ્ધાને ટક્કર મારતાં મોત નીપજ્યું હતું. પુત્રની ફરિયાદ આધારે સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિજાપુરના ખણુંસા ગામે આવેલી ઈશ્વરકૃપા સિરામિક ફેક્ટરીમાં રહેતા દિનેશભાઈ થાવરાજી હયન્યા છૂટક મજૂરી કરે છે. શુક્રવારે તેઓ ખણુંસા બસ સ્ટેશન નજીક કડિયાકામ કરતા હતા. ત્યારે તેઓ હાઇવે પર જતાં તેમની 70 વર્ષનાં માતા રમતુંબેનને ટ્રક (જીજે 03 બીડબ્લ્યુ 9540)ના ચાલકે પૂરઝડપે ચલાવીને ટક્કર મારતાં શરીરે થયેલી ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. વૃદ્ધાને ટક્કર માર્યા બાદ હાઈવે ઉપર જ પોતાની ટ્રક મૂકીને નાસી છુટેલા ચાલક સામે મૃતકના પુત્ર દિનેશભાઈએ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો છે. વિજાપુર પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો અકસ્માત બાદ ટ્રક મૂકી ચાલક ફરાર થઇ ગયો