back to top
Homeબિઝનેસઅહેવાલ:ભારત 40% વૈશ્વિક ગેમર્સનું ઘર છતાં આવકમાં માત્ર 1% હિસ્સો

અહેવાલ:ભારત 40% વૈશ્વિક ગેમર્સનું ઘર છતાં આવકમાં માત્ર 1% હિસ્સો

ભારતની અગ્રણી સ્કિલ-ગેમિંગ ઉદ્યોગ સંસ્થા ઈ-ગેમિંગ ફેડરેશન (EGF) એ જણાવ્યું કે દેશના સૌથી ઝડપથી વિકસતા ઉદ્યોગોમાંના એક, ઑનલાઇન ગેમિંગ આગામી પાંચ વર્ષમાં $3.1 બિલિયનથી વધીને $8.92 બિલિયન થવાનો અંદાજ છે. ગ્રાન્ટ થોર્ન્ટન ઈન્ડિયા અને ઈ-ગેમિંગ ફેડરેશનના અહેવાલ મુજબ, ભારતીય ગેમિંગ ઉદ્યોગમાં 2018 થી 2023 દરમિયાન કર્મચારીઓની વૃદ્ધિમાં 20 ગણો વધારો જોવા મળ્યો છે. આ વિશાળ ફાયદો જોવા છતા ક્ષેત્ર ધારણાની અસ્પષ્ટતાથી ઘેરાયેલું છે. તેમજ ભારત 40% વૈશ્વિક ગેમર્સનું ઘર હોવા છતાં વૈશ્વિક સ્તરે આવકમાં માત્ર 1% હિસ્સો જ ધરાવે છે. માહિતીના અભાવે ઓનલાઇન કૌશલ્ય ગેમિંગ અને જુગાર વચ્ચે પણ મૂંઝવણ છે. ભારતીય ઑનલાઇન ગેમિંગ ક્ષેત્રની ઝડપી વૃદ્ધિ તેમજ સામાન્ય ગેરમાન્યતાઓ અને તેમાં ઉદ્યોગની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો ભારતના આર્થિક વિકાસની સ્પષ્ટતા કરવામાં આવી હતી. એસો.ના અનુરાગ સક્સેનાએ કહ્યું કે ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા પડકારો, કાનૂની અને ખાસ કરીને ગેરમાન્યતાઓ વિશે વાત કરી હતી જે ઘણી વખત ઓનલાઈન કૌશલ્ય આધારિત રમતોને જુગાર તરીકે મૂંઝવે છે. તેમણે ઉદ્યોગની લાંબા ગાળાની સધ્ધરતા માટે સંવાદનો આગ્રહ કર્યો. સ્કિલ-આધારિત ગેમિંગ અને ઓફશોર ગેરકાયદેસર સટ્ટાબાજી-પ્લેટફોર્મ વચ્ચે તફાવત કરવાના મહત્વ પર ભાર મૂક્યો. ગેમિંગના પરિપ્રેક્ષ્ય પર પુનર્વિચાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને જવાબદાર ગેમિંગને સુનિશ્ચિત કરીને ઉદ્યોગ માટે વૃદ્ધિને પ્રોત્સાહન આપતા સક્ષમ વાતાવરણ બનાવવા માટે રૂપરેખા આપી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments