વેકેશનમાં ગાળવા દક્ષિણ ગુજરાતમાં ફરવા લાયક સ્થળોમાં મામાનું ઘર એટલે કે સહ્યાદ્રિ ઇકો સ્પોર્ટ્સ છેલ્લા 15 વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, બાળકો તેમજ મોટેરાઓ પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બને તે માટે છેલ્લા કેટલાક વર્ષોથી ઇકો પોઇન્ટના સંચાલક અશોક પટેલ સાથે તેમના પત્ની તેમજ 20 થી વધુ કર્મચારીઓનો સ્ટાફ બતક, માછલી, સસલા બકરી,મરઘા સહિતની દેખરેખ રાખી ઇકો પોઇન્ટને સાચવે છે.અહીં પ્રવેશવા માટે માત્ર 10 રૂપિયા જેટલો ચાર્જ ચૂકવવું પડે છે. પશુ પક્ષીઓ સાથે થઈ જાય છે દોસ્તી
આ સહયાદ્રી ઈકો પોઇન્ટમાં પ્રવેશતા જ સંચાલક અશોક પટેલ દ્વારા સહેલાણીઓને વાટકા ભરી દાણ આપવામાં આવે છે, જે બતક,મરઘી,માછલીને નાખતા જ સલાડીઓમાં પશુ પક્ષી વિશે સંવેદના જન્મે છે, પશુ પક્ષીઓનો કલરવ અહીં કુદરતી વાતાવરણને ચાર ચાંદ લગાવે છે, રહેણાંક અને વ્યવસાયિક સિમેન્ટના જંગલોમાં હરિયાળી જોવા મળવું દુર્લભ બન્યું છે. તેવામાં નવસારી થી આશરે 40 કિલોમીટર અને સુરત થી આશરે 70 કિલોમીટર દૂર આવેલું આ ઇકો પોઇન્ટ મનને શાતા આપનારું છે. મધ ઉછેરથી થાય છે કરોડોની કમાણી
તમને આંકડાઓ જાણી નવાઈ લાગશે કે નેચર લવર અશોક પટેલ પાસે 6000 બોક્સમાં 20 કરોડ મધમાખી અશોક પટેલ માટે રાત દિવસ150 થી 200 ટન મધ ઉત્પાદનનું કામ કરે છે, જે કામમાં 70 થી 80 લોકોને રોજગારી મળે છે.આયુર્વેદમાં મધનું મહત્વ વિશેષ આલેખવમાં આવ્યું છે, તેવામાં અશોક પટેલ મધ ઉછેરથી વાર્ષિક ત્રણથી સાડા ત્રણ કરોડની કમાણી કરે છે અલગ અલગ પ્રકારની મધમાખીનો ઉછેર કરી તેમને વાતાવરણ ઊભું કરી અશોક પટેલ અલગ અલગ પ્રકાર ના ફૂલો નો રસ દ્વારા મધમાખી એના કુત્રિમ મધપૂડા ઊભા કરી તેના મધનું વેચાણ કરે છે. અશોક પટેલ મધમાખીને ભારતના અલગ અલગ વિસ્તારમાં લઈ જઈ ફૂલોનો રસ ચુટે છે અને આ મધમાખી દ્વારા ભેગા થયેલા મધને હાર્વેસ્ટ કરી તેનું વેચાણ કરે છે. જેની ખાસી ડિમાન્ડ જોવા મળે છે. મધની સાથે સાથે ફૂડ પ્લાન્ટ, સ્પાઇસ પ્લાન્ટ, ફ્લાવર પ્લાન્ટ બોન્ઝાઈ પ્લાન્ટ જેવા છોડ પણ અહીં રાહત દરે મળે છે. ખેડૂતે આવક બમણી કરવી હોય તો અહીંની મુલાકાત અચૂક લેવી
મોટાભાગે ખેડૂતો પોતાના ખેતરમાંથી બહાર નીકળતા નથી અને પરંપરિક ખેતીવાડી કરીને ઉત્પાદનની સામે આંશિક કમાણી કરે છે.પરંતુ સોલધરા ગામના અશોક પટેલની મુલાકાત કરવામાં આવે તો તેમની પાસેથી ખેતીવાડી થકી બમણી આવકનું આયોજન સમજવા જેવું છે. અશોક પટેલ સમગ્ર દેશમાં ફરીને ખેતીવાડીની આધુનિક પદ્ધતિનું જ્ઞાન મેળવી તેની અમલવારી પોતાના ગામમાં કરી છે. સહ્યાદ્રી નામથી મધ પ્રોડક્ટનું વેચાણ માત્ર માઉથ પબ્લિસીટીથી થાય છે.અશોક પટેલે ફ્લિપકાર્ટ કે એમેઝોન જેવી સોશિયલ સાઇટ ઉપર વેચાણ કરતા નથી. બાળકો માટે એડવેન્ચર એક્ટિવિટી
શહેરના બાળકોને વૃક્ષ પર ચઢવું, માટી સાથે રમત રમવી, પક્ષીઓ સાથે રમવું તેમને પોતના હાથથી ખવડાવવું.આ બધી આદતો શહેરીકરણમાં વિસરાઈ ગયું છે, આધુનિકતાની દોડમાં વાલીઓ પોતાના બાળકોને શાળા સુધી સીમિત રાખી શક્યા છે. પરંતુ સોલધરા ગામમાં આવેલું મામાનું ઘર બાળકોને કુદરત સાથે દોસ્તી કરાવે છે, અહીં એડવેન્ચર એક્ટિવિટી પરંપરિક પદ્ધતિથી કરાવવામાં આવે છે. નાનુ બાળક સસલા મરઘા બતક માછલી જેવા પ્રાણીઓ સાથે રમીને ભયમુક્ત થાય છે. આજના બાળકોને આંબાના ઝાડ ઉપર હિચકાનો આનંદ કદાચ નહીં મળતો હોય પરંતુ અહીં આવીને પવનની ઠંડી લહેરમાં હીચકાનો આનંદ કંઈક અલગ અનુભૂતિ કરાવે છે. ટ્રીહાઉસની મજા માણવા જેવી
વૃક્ષ પર ઘર હોય તેવું કોઈ દિવસ સાંભળ્યું છે.? જી…હા આ ઇકો પોઇન્ટ માં પ્રવાસીઓ માટે ટ્રી હાઉસ પણ નિર્માણ બનાવમાં આવ્યું છે. જેનું બુકિંગ એડવાન્સમાં કરવું પડે છે. અનેક સહેલાણીઓ અહીં રાત રોકાઈને કુદરતના અદભુત નજારા નો આનંદ માણે છે. ઘટાદાર વૃક્ષો પર લાકડાના મદદથી બનાવેલું ઘર માં રાત રોકાવા માટે અનેક લોકો એડવાન્સ બુકિંગ કરાવે છે. ઇકો પોઇન્ટને મામાનું ઘર નામ કેવી રીતે મળ્યું
જમાનાની ભાગદોડ અને ભૌતિક સુખ સુવિધામાં મહેમાનગતિની પરંપરા વિસરાઈ રહી છે.આજે કામ વગર કોઈ કોઈના ઘરે જતું નથી પરંતુ સોલધરા ગામમાં આવેલું મામાનું ઘર એક એવું સ્થળ છે, કે જ્યાં બાળકો મન મૂકીને અને બિન્દાસ પણએ ફરી શકે છે. બસ આ જ કન્સેપ્ટ સાથે અશોક પટેલ દ્વારા બાળકો માટે અનેરૂ વિશ્વ તૈયાર કર્યું છે જેમાં વર્ષો અગાઉ આ ઇકો પોઇન્ટને મામાનું ઘર તરીકેનું ઉપનામ મળ્યું હતું. અશોક પટેલ જણાવે છે કે, હું મૂળભૂત રીતે ખેડૂત છું ખેતીની સાથે સાથે પૂરક વ્યવસાયમાં હું મધમાખી ઉછેર કેન્દ્ર પણ ચલાવું છું અને નેચરલ લવર પણ છું મને લાગે છે કે બધાએ નેચર લવર બનવું જોઈએ એટલે જ મારા ઈકો પોઇન્ટને મામાનું ઘર ના મળ્યું છે. અહીંયા વિદ્યાર્થીઓ બાળકો ખેડૂતો અને અલગ અલગ વિસ્તારમાંથી વિઝીટરો આવે છે. આ તમામ લોકો પ્રકૃતિ પ્રેમી બને તેમાં મને રસ છે. ગામડું ભાંગવું નહીં જોઈએ નહિ. રોજગારીની તકો ઊભી થવી જોઈએ એ માટે મેં મધમાખી પાલન, ટ્રી પ્લાન્ટ, કિચન ગાર્ડન,મસાલા પ્લાન્ટ પેટ ઝોન, કોન્સેપ્ટ પર હું કામ કરું છું.અહીં વર્ષે એક લાખથી વધુ લોકો મુલાકાત લેતા હશે જિલ્લા પંચાયતના વિદ્યાર્થીઓને હું નિશુલ્ક પણે અટેન્ડ કરું છું અને તેમને પ્રકૃતિ વિશે માહિતી આપું છું. Ecosport ની મુલાકાત લેવા આવેલી યુવતીં ટ્વિંકલ પટેલ જણાવે છે કે વેકેશનના સમયે બધા મામાના ઘરે જાય છે. પરંતુ અમે સોલધરા ગામે આવેલા પ્રકૃતિના ખોળે રમતા મામાના ઘરે આવ્યા છીએ. અહીં વિવિધ પ્રકારના વૃક્ષો ફળ અને જાત જાતની શાકભાજી ઔષધી માછલીઓ બતક બહુ બધું પ્રકારનું પ્રકૃતિ સાથે એ વસ્તુઓ જોવા મળે છે અહીં મધમાખી ઉછેર અને મધમાખી ની જાતો વિશે જાણવા મળ્યું છે. બાળકો માટે રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે જોઈને ખૂબ આનંદ થયો.