કેન્દ્ર સરકાર દ્વારા જાહેર આરોગ્ય સેવાના વિવિધ તબીબી વિભાગ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.આ ગ્રાન્ટનો લોકોને કેટલો અને કેવી રીતે લાભ મળે છે તેની જાત માહિતી મેળવવા માટે દિલ્હીથી કોમન રિવ્યુ મિશનની ખાસ ટીમ 19 થી 23 નવેમ્બર દરમિયાન કચ્છ આવશે અને વિવિધ સરકારી હોસ્પિટલો, દવાખાના અને લોકોની મુલાકાત લઈ તેઓના અભિપ્રાય જાણશે. આ અંગે સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ તબીબી ક્ષેત્રના રાષ્ટ્રીય મીશન, પ્રોજેકટમાં કેન્દ્ર સરકાર દ્વારા 60 ટકા અને રાજય દ્વારા 40 ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે.આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં ? તે જાણવા માટે ખાસ ટીમ કચ્છ આવી રહી છે ટીમ દ્વારા આંકડાકીય માહિતી મેળવવા સાથે જનરલ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રીકટ, સીએચસી, પીએચસી, સબ સેન્ટરની મુલાકાત લેવામાં આવશે ઉપરાંત લોકો સાથે વાતચીત કરી માહિતી મેળવવામાં આવશે.ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં વધારે સારવાર ખર્ચ લેવાય છે કે કેમ ? તે સહિતની બાબતોનું અવલોકન કરવામાં આવશે.બાદમાં સમીક્ષા રીપોર્ટ કેન્દ્રીય આરોગ્ય વિભાગને આપવામાં આવશે જેને લઈને જિલ્લા આરોગ્ય તંત્રની ટુકડી તૈયારીમાં પરોવાઈ ગઈ છે. ગ્રાન્ટનો ક્યાં ઉપયોગ થયો તેની માહિતી મેળવાશે હોસ્પિટલોની મુલાકાત લઈ દર્દીઓ સાથે ચર્ચા કરશે