હિરેન વ્યાસ
42 લેઉવા પાટીદાર સમાજમાં સામાન્ય પરીવારની દીકરીઓના લગ્ન જાજરમાન થાય માટે સમાજના 42 લેઉવા પાટીદાર યુવા મંડળ અને 42 લેઉવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા પાટણના સંડેર નજીક ખોડલધામ સંકુલમાં 17 નવેમ્બરે અંદાજે દોઢ કરોડ થી વધુ ના ખર્ચે જર્મન ટેકનોલોજીના 70 લાખ ભાડાંના ખર્ચે ભવ્ય 11 હજાર ફૂટ લાંબા ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતા થી માલ આધારિત ડોમ (મંડપ) ભવ્ય પ્રથમ સમૂહ લગ્ન યોજાનાર છે.જેમાં સમાજના 61 નવ યુગલો પ્રભુતામાં પગલાં માંડી નવા લગ્નગ્રંથિથી જોડાશે.દરેક દીકરીને 2.5 લાખથી વધુની ભેટ સોગાદ પણ આપવામાં આવનાર છે. પાટણના બાલીસણા – સંડેર રોડ પર નવીન બની રહેલ ખોડલધામ સંકુલની 90 વીઘા જમીનમાં છેલ્લા એક માસથી સમૂહ લગ્નોત્સવની તૈયારીઓ ચાલી રહી છે.આ સમૂહ લગ્નમાં પાટણ મહેસાણા બનાસકાંઠા ના 53 ગામોના 42 લેઉવા પાટીદાર સમાજના 9000 પરિવારને ઘરે ઘરે જઈ લગ્ન કંકોત્રી આપી આમંત્રણ આપવામાં આવ્યું છે.અંદાજે 20,000 જેટલા લોકો આવવાનો અંદાજ છે.હાલમાં 4000 લોકો ની બેઠક વ્યવસ્થા સાથે ચોરી માટે જર્મન ટેકનોલોજીનો એલ્યુમિનિયમના 152 પિલ્લર પર 11000 ફૂટ લંબાઈ 132 ફૂટ પહોળાઈ અને 41 ફૂટ ઊંચાઈ નો ફાયર પ્રુફ અને વોટર પ્રુફ ડોમ બંધાઈ રહ્યો છે.જેમાં 500 જેટલા એલોઝન 395 જેટલા પંખા 4 ટાવર એર કન્ડિશનર અને કુલરો સહિત આધુનિક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેમાં 61 ચોરી બનશે.70 બ્રાહ્મણો દ્વારા લગ્ન વિધિ થશે. ત્રણ એલ.ઇ.ડી સ્ક્રીન હશે જેમાં લોકો લાઈવ સમૂહ લગ્ન માણી શકાશે.
આ પ્રસંગમાં અમદાવાદ જગન્નાથ મંદિર ના મહંત દિલીપ દાસજી મહારાજ , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , કાગવડ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ મંત્રી રાઘવજીભાઈ પટેલ જયેશ રાદડિયા કિરીટ પટેલ સહિત શ્રેષ્ટી દાતાઓને આમંત્રિત કરાયા છે. સમગ્ર પ્રસંગને સફળ બનાવવા માટે 28 કમિટીઓ કામે લાગી છે. બાળકો માટે ગેમ ઝોન, સેલ્ફી પોઈન્ટ રહેશે { સમૂહ લગ્નમાં એક સાથે 20,000 લોકોની રસોઈ ચૂલા ઉપર બનશે. ભોજન માટે 14 વિભાગમાં ગામ પ્રમાણે વ્યવસ્થા, પીરસવા માટે 400 લોકોનો ઉપયોગ થશે.
{ 4000 વાહનો માટે પાર્કિંગની અલગ વ્યવસ્થા
{ 80 સિક્યુરિટી ગાર્ડ અને અને 100 સ્વયંસેવકો વ્યવસ્થામાં જોડાશે. મેડિકલ, ડિઝાસ્ટર, ઈલેક્ટ્રીક, મિકેનિકલ અને મેડિકલ ટીમો સ્ટેન્ડ બાય રહેશે.
{ બાળકો માટે ગેમ ઝોન , ઘોડીયાઘર અને સેલ્ફી પોઇન્ટ પણ ઊભા કરાશે. ગૃહ ઉદ્યોગ કરતા સમાજના દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરવા સ્ટોલ આપવામાં આવશે જેમાં તેઓ તેમની વિવિધ બનાવટોને લોકો સમક્ષ મુકશે.
{ નવી પેઢી સમક્ષ ગ્રામ્ય સંસ્કૃતિ ને ઉજાગર કરવા પ્રવેશ દ્વારમાં ગાડુ હળ ઘંટી વલોણું પટારો ફાનસ હીંચકો જુના દરવાજા સહિતની ચીજ વસ્તુઓ મૂકવામાં આવશે.
{ એક પણ દીકરીએ પ્રિ-વેડિંગ કરાવ્યું નહીં CCTV વોર રૂમ સાથે 32 કૅમેરા, 800 સ્વયંસેવકો સેવામાં
{ સુરક્ષા અને સલામતીના ભાગરૂપે લગ્નમંડપ રસોડું પાર્કિંગ સહિત ના સ્થળે વાઇફાઇ થી સજ્જ હાઇરિઝ્યુલેસન સાથેના 32 સીસીટીવી કેમેરા થી સમગ્ર સમૂહ લગ્ન સંકુલ પર નજર રાખવામાં આવશે. સીસીટીવી વોર રૂમ બનશે તેમાં 25 લોકોની ટીમ પાંચ સ્કીન પર પળેપળની નજર રાખશે.800સ્વયંસેવકો વોકી ટોકી સાથે સેવા આપશે.
નવયુગલોનાં 15-15 લાખના વીમા પણ ઉતરાવ્યા
{ પાટીદાર સમાજે સમૂહલગ્નમાં લગ્ન કરનારા નવયુગલોની 15-15 લાખનો વીમો ઉતરાવ્યો છે.જેના માટે રૂ.18.60 કરોડની પોસ્ટની ગ્રુપ ગાર્ડ પૉલિસી લેવામાં આવી છે. ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓના લાભ મળે માટે પણ પ્રયાસ કર્યા છે. તેવુ સમૂહ લગ્ન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ અડીયા એ જણાવ્યું હતું.