15 મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો હતો. જોકે, આઝાદીના 84 દિવસ બાદ જૂનાગઢને મુક્તિ મળી હતી. તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલ અને શામળદાસ ગાંધીની આગેવાનીમાં આરજી હુકુમતની સ્થાપના કરવામાં આવી હતી. આ ચળવળમાં જુનાગઢના આસપાસના લડવૈયાઓ અને ગ્રામ્ય પંથકના લોકો જોડાયા હતા. ત્યારે ગઈકાલે જૂનાગઢનો આઝાદી દિવસ હતો. જેને પગલે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા બહાઉદીન કોલેજ ખાતે આતશબાજી કરવામાં આવી હતી. ફટાકડાની આતશબાજીથી આકાશ ઝગમગી ઉઠ્યું હતું. જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, જુનાગઢ મુક્તિ દિવસના અવસર પર બહાઉદીન કોલેજ ખાતે આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢના ધારાસભ્ય, પૂર્વ મેયર પૂર્વ ડેપ્યુટી મેયર પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને 5,000 થી વધુ જુનાગઢ શહેરના નગરજનો દ્વારા આ પ્રસંગની ભાવભર ઉજવણી કરવામાં આવી હતી. જુનાગઢ આઝાદીના દિવસે શહીદોના બલિદાનને યાદ કર્યા હતા. તેમજ આવનાર સમયમાં જુનાગઢ મહાનગરપાલિકા વધુને વધુ કેવી રીતે લોકોને સેવા આપી શકે તે માટે કામગીરી કરીશું. સૌ સાથે મળી જુનાગઢને સુંદર અને ઐતિહાસિક નગરી બનાવીએ અને તેમાં કામ કરી શકીએ.