પોરબંદર જિલ્લાના કુછડી ગામે રહેતી એક 23 વર્ષીય મહિલાનું ગત તા. 07-11-2024 ના રોજ રાત્રીના સમયે મોત નિપજયું હતું. આ મહિલાનું કુદરતી રીતે અથવા તો કોઇ અગમ્ય કારણોસર મોત નિપજયું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર તાલુકાના કુછડી ગામે રહેતા 23 વર્ષીય રાણીબેન ભનુભાઇ કુછડીયા નામની 23 વર્ષીય મહિલાનું ગત તા. 07-11-2024 ના રોજ રાત્રીના સાડા નવ વાગ્યાના અરશામાં અચાનક મોત નિપજયું હતું. આ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસે આ મૃત્યુ કુદરતી છે કે કોઇ અગમ્ય કારણોસર થયું છે એ દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના PSI એન. કે. વાઘેલાએ હાથ ધરી છે.