દિગ્ગજ એક્ટર દિલ્હી ગણેશનું નિધન થયું છે. શનિવારે રાત્રે 11 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 80 વર્ષના ગણેશ ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે બીમાર હતા. તેમના પુત્ર મહા દેવને સોશિયલ મીડિયા પર તેમના નિધનના સમાચારની જાણકારી આપી હતી. દિલ્હીના ગણેશના અંતિમ સંસ્કાર આજે એટલે કે 11 નવેમ્બરના રોજ થવા જઈ રહ્યા છે. ગણેશે 1964થી 1974 દરમિયાન ભારતીય વાયુસેનામાં એક દાયકા લાંબા કાર્યકાળ બાદ એક્ટિંગ ક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પુત્રએ નિધનના સમાચાર આપ્યા
પુત્રએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું – અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અમારા પિતા ડૉ. દિલ્હી ગણેશનું 9 નવેમ્બર, 2024 ના રોજ રાત્રે લગભગ 11 વાગ્યે નિધન થયું છે. 400થી વધુમાં ફિલ્મોમાં કર્યું છે કામ
દિવંગત એક્ટરનું સાચું નામ ગણેશ હતું. પરંતુ સ્ટેજનું નામ દિલ્હી ગણેશ તેમને ફિલ્મ મેકર કે બાલાચંદરે આપ્યું હતું. ગણેશે તેની ફિલ્મ ‘પટિના પ્રવેસમ’ (1976)થી અભિનયમાં બ્રેક લીધો હતો. તેમની સમગ્ર અભિનય કારકિર્દી દરમિયાન, ગણેશે તમિલ, તેલુગુ અને મલયાલમ સિનેમામાં 400 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તે છેલ્લે 2024માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઈન્ડિયન 2’માં પણ જોવા મળ્યા હતા. આ સિવાય તે ટીવી શો અને શોર્ટ મૂવીઝમાં પણ જોવા મળ્યા હતા.