રાજ્યમાં અવારનવાર અનેક પ્રકારે થતી ચોરીના બનાવ સામે આવે છે. જેમાં ચડ્ડીબનિયનધારી ગેંગ, બુકાનીધારી ગેંગ સહિતની અનેક પ્રકારે ચોરી માટે તસ્કરો ત્રાટકતા હોય છે. ત્યારે વડોદરાના ડેસર તાલુકાના એક ગામમાં ચોંકાવતી ચોરીનો બનાવ બન્યો છે. જેમાં બોલેરો લઈને એક તસ્કર ટોળકી બુરખા પહેરીને ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરીનો આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. તસ્કરોએ શટર ઊચું કરીને અંદરની જાળી પર લાગેલા તાળા તોડ્યા હતા. જેથી સાયરન વાગ્યા હાંફળોફાંફળો થઈને કટર સાથે તસ્કર દોડીને તેનો વાયર કાપી નાખ્યો હતો. તસ્કરોએ ચોરીને ગઈકાલે અંજામ આપ્યો
ગઈકાલે 9 નવેમ્બરના રોજ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાંઢાસાલ ગામે મેઈન રોડ બજાર પર ચોરીનો બનાવ બન્યો હતો. જ્યાં ક્રિષ્ના જવેલર્સ નામની દુકાનનું શટર તોડી દુકાનની જાળી ઉપર લગાવેલા તાળા તોડી દુકાનમાં પ્રવેશી ચોરોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં કુલ રૂપિયા એક લાખથી વધુનો મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો પલાયન થયા હતા. આ ગુનામાં ચોરો હાઈટેક બની બોલેરો કાર લઈ ચોરી કરવા આવ્યા હતા. જ્વેલર્સે ડેસર પોલીસને ફરિયાદ કરી
આ બનાવ અંગે દુકાનના માલિક નિલેશકુમાર સોની દ્વારા ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તારીખ 9ના કલાક 3:45 વાગે સાંઢાસાલ ગામે મેન રોડ પર આવેલી ક્રિષ્ના જવેલર્સ નામની દુકાનનું શટર તોડી દુકાને જાડી ઉપર લગાવેલા તાળા તોડી અને દુકાનમાં પ્રવેશ્યા હતા. લાકડાના ફર્નિચરવાળા સ્ટેન્ડના અલગ અલગ ખાનામાં મુકેલા ચાંદીના ઘરેણા સહિત રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,03,392ની મત્તા ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે હાલમાં ડેસર પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર વી એન ચૌધરી તપાસ કરી રહ્યા છે. પોલીસે ડોગ સ્કવોડની મદદ લઈ તપાસ શરૂ કરી
આ સમગ્ર ઘટના અંગેની જાણ ડેસર પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં હાલમાં ડોગ સ્કવોડની મદદ લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. અજાણ્યા ઇસમો બોલેરો લઈને ચોરીને અંજામ આપવા આવ્યા હતા. આ ઘટનાને લઇ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ચોરીની ઘટનાની જ્વેલર્સને રાત્રે જ જાણ થઈ
આ બનાવ અંગે દુકાન માલિક નિલેશ સોની સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ બનાવ અંગે અમને તે રાત્રે જ જાણ થઈ ગઈ હતી. અમારી દુકાનનું શટલ તોડતાની સાથે જ એલાર્મ સિસ્ટમ દુકાન પર હતી તેને તેઓએ વાયર કાપી નાખ્યા હતા. પરંતુ તે જ સિસ્ટમ અમારૂ ઘર નજીક હોવાથી ઘરે હતી. જેના કારણે દુકાનનું સટર કાપતાની સાથે જ તેનો અવાજ આવ્યો હતો અને તાત્કાલિક અમે ઘરેથી ત્યાં નીકળ્યા હતા. તે દરમિયાન ચોર આવેલી બૂમો પડતા જ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.