back to top
Homeભારતભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પનું મંદિર:ગ્રામજનો માને છે ટ્રમ્પને ભગવાન, 6 ફૂટની મૂર્તિને હાર...

ભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પનું મંદિર:ગ્રામજનો માને છે ટ્રમ્પને ભગવાન, 6 ફૂટની મૂર્તિને હાર પહેરાવી પૂજા-અર્ચના કરે; પરંપરા શરૂ થવા પાછળનું રસપ્રદ કારણ

તેલંગાણાના જનગાંવ જિલ્લાના કાન્ને ગામમાં ગ્રામીણોએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુનઃ ચૂંટાયાની અનોખી રીતે ઉજવણી કરી. અહીં ટ્રમ્પની છ ફૂટ ઊંચી પ્રતિમાને હાર પહેરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી. આવો જાણીએ આ તહેવાર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો. છ ફૂટ ઊંચી ટ્રમ્પની પ્રતિમા
વર્ષ 2019માં ગામના ખાસ ચાહક બુસ્સા કૃષ્ણા દ્વારા ગામમાં છ ફૂટ ઊંચી ટ્રમ્પની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ગ્રામીણો માટે આ પ્રતિમા ટ્રમ્પ માટે તેમના સમર્થનનું પ્રતીક બની ગઈ છે. બુસ્સા કૃષ્ણાને ટ્રમ્પના કટ્ટર સમર્થક માનવામાં આવતા હતા. તે દરરોજ આ મૂર્તિની પૂજા કરતા હતા. તેમના માટે ટ્રમ્પ ભગવાનથી ઓછા નહોતા અને તેઓ તેમની ‘ભક્તિ’માં મગ્ન રહ્યા હતા. 2020માં ટ્રમ્પની હાર પછી, કૃષ્ણાને ઊંડો આઘાત લાગ્યો, જેના કારણે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું ગ્રામીણોનું માનવું છે. ગ્રામજનોએ ટ્રમ્પની પ્રતિમાનું પૂજન કરીને તેમની ભક્તિ દર્શાવી
તાજેતરમાં ટ્રમ્પની જીતના સમાચાર સાંભળ્યા બાદ ગ્રામજનોમાં ઉત્સાહની લહેર જોવા મળી હતી. તેમણે મૂર્તિની પૂજા કરી અને પુષ્પહાર અર્પણ કરીને ખુશી વ્યક્ત કરી. ગ્રામજનોનું કહેવું છે કે કૃષ્ણાના મૃત્યુ પછી પણ તેમના દિલમાં ટ્રમ્પ માટે એવો જ આદર અને પ્રેમ જળવાઈ રહ્યો છે. તેમના સન્માનમાં તેઓએ આ પ્રતિમાને જીવંત રાખી છે. બુસ્સા કૃષ્ણાએ તેમના જીવનમાં ટ્રમ્પને ભગવાન તરીકે પૂજ્યા હતા અને આજે પણ આ પરંપરા ગામમાં જળવાઈ રહી છે. ગ્રામજનોએ ટ્રમ્પની પ્રતિમાનું પૂજન કરીને તેમની ભક્તિ દર્શાવી. ટ્રમ્પની આ પ્રતિમા હવે ગામમાં એક આકર્ષક સ્થળ બની ગયું છે, જ્યાં લોકો આ અનોખી ઉજવણી અને ભક્તિ જોવા માટે દૂર-દૂરથી આવે છે. આ પ્રતિમા ગામની ઓળખ બની ગઈ છે અને ટ્રમ્પ સમર્થકો માટે પ્રેરણા સ્ત્રોત પણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments