ગઢડા તાલુકાના શિયાનગર ગામે રોહિશાળા રોડપર કેનાલ પાસે નવજાત શિશુ મૃત હાલતમાં હોવાનું જાણવા મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ગઢડા પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસે 108ને જાણ કરતા 108 તાત્કાલિક શિયાનગર ગામે પહોંચી તપાસ કરતા નવજાત શિશુ મૃત હોવાનું બહાર આવ્યું હતું. જેથી મૃત નવજાત શિશુને પોલીસે ગઢડાની રેફરલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ. કોણે નવજાત શિશુને ફેંક્યું તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે.