સુરત મેટ્રો લાઇન-1 સીએસ-4, પેકેજ 4.15 કિમી કાપોદ્રાથી સરથાણા ઝુ વચ્ચે એલિવેટેડ પીલર ઉભાં કરવાનું કાર્ય હવે 100 ટકા પૂર્ણ કરી લેવાયું છે. જ્યારે ગર્ડર લોન્ચિંગનું કામ દોઢ કિમી રૂટ પર થઇ ચૂક્યું છે. પેકેજ-સીએસ-4નું સરથાણા ઝૂથી લઇને નોર્થ રેમ્પ કાપોદ્રાનું આ 4.15 કિમી એલિવેટેડ રૂટ છે. જે સરથાણા ઝૂને સીધા ડ્રીમ સિટીથી જોડશે. અહિંયા સરથાણા જકાતનાકા પાસે રોડ પર ફલાઇ ઓવરબ્રિજની ઉપરથી સમાંતર થઇને મેટ્રો એલિવેટેડ રૂટ બનાવવામાં આવી રહ્યું છે. અવધ બિલ્ડિંગ સામે આવેલા આ ફ્લાઇ ઓવરબ્રિજ ઉપરથી મેટ્રોના સેગમેન્ટ લગભગ લોન્ચ કરી દેવાયા છે. આ લાઇન-1નો સૌથી અંતિમ તબક્કાવાળો પેકેજ છે, જેની લંબાઇ કુલ 4.15 કિમી છે જે કાપોદ્રાથી સરથાણા ઝૂ સુધી છે. હવે સેગમેન્ટ લોન્ચિંગનું કામ ચાલુ છે. અહિંયા બની રહેલા એલિવેટેડ સ્ટેશનોના બોક્સ બનાવવાનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. માર્ચ 2025 સુધી આ સેક્શન પૂર્ણ કરી લેવાનું લક્ષ્ય છે. ભેસાણ સારોલી સરથાણા ડ્રીમ સિટી લાઇન-2 લાઇન-1 લાઇન-1: સરથાણા-ડ્રિમસિટી { લંબાઇ- 4.15 કિમી { પીલર કામગીરી- 100% { સેગમેન્ટ લોન્ચિંગ 1.8 કિમી (9 નવે.સુધી) { કુલ સ્ટેશન: 4 (1. સરથાણા 2. નેચરપાર્ક 3. વરાછા ચોપાટી ગાર્ડન 4. શ્રી સ્વામીનારાયણ મંદિર) { 384 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે : પેકેજ -સીએસ-4ના 4.15 કિમી એલિવેટેડ રૂટ બનાવવાની કામગીરી રણજીત બિલ્ડકોન કંપની કરી રહી છે. જે 384.47 કરોડ રૂપિયાના ખર્ચે બનાવી રહી છે. જાન્યુઆરી 2023માં આ ભાગ પર પાઇલ લોડિંગ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ હતી. હવે પીલર ગર્ડર લોન્ચિંગનું કામ ઝડપી ગતિએ કરાઇ રહ્યું છે. નોંધનીય છે કે, આ જ સેક્શન પર નાના વરાછામાં આ જ વર્ષે 22 ઓગસ્ટે ગર્ડર લોન્ચિંગ માટે લોન્ચ કરાઈ રહેલા એલજી બોક્સ ક્રેઇન સાથે નીચે ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ક્રેઈન એક બંગલા પર પડતા આ સેક્શન અસરગ્રસ્ત રહ્યું હતું.