અનુષ્કા શર્મા હાલમાં વિરાટ કોહલી અને બાળકો સાથે મુંબઈમાં છે. 9 નવેમ્બર શનિવારની રાત્રે આ કપલ મુંબઈ એરપોર્ટ પર બાળકો સાથે જોવા મળ્યું હતું. પરંતુ આ દરમિયાન પાપારાઝીએ અનુષ્કા અને બાળકોને જોયાં અને તેમનો પીછો કરવા લાગ્યા. તેઓએ કેમેરા તેમની તરફ ફેરવ્યા. આ જોઈને વિરાટ કોહલી ગુસ્સે થઈ ગયો અને તેણે પાપારાઝીને કડક અવાજમાં ઠપકો આપ્યો. સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. એક વીડિયોમાં, વિરાટ કોહલી સામાન લઈ જતો અને પાપારાઝીઓનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે જેથી તેમની નજર અનુષ્કા શર્મા અને તેના બે બાળકો – પુત્રી વામિકા અને પુત્ર અકાય પર ન પડે. પરંતુ તેમ છતાં પાપારાઝી અનુષ્કા અને બાળકોને કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કરે છે. વિરાટનો ગુસ્સો, ચાહકોએ આપી પ્રતિક્રિયા
આ જોઈને વિરાટ કોહલી ગુસ્સે થઈ ગયો અને પાપારાઝીને કહ્યું, ‘ભાઈ, કેમેરાને એ તરફ ન ફેરવો યાર’. આ વીડિયો પર ફેન્સ તરફથી પણ ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. એકે લખ્યું છે કે, ‘પિતા અને પતિ તરીકે વિરાટ કોહલીએ દિલ જીતી લીધું.’ અન્ય એક ચાહકે લખ્યું છે, ‘એક પાક્કો ફેમિલી મેન.’ એકે લખ્યું, ‘કિંગ કોહલી’ વિરાટે ફેન્સને કહ્યું- પરિવારને રોકીને કંઈ થોડો હું…
આ દરમિયાન વિરાટ કોહલી ઉતાવળમાં હતો. તેથી, જ્યારે ચાહકો અને પાપારાઝીઓએ તેને ઘેરી લીધો, ત્યારે તેણે ચાલતી વખતે કહ્યું, ‘હું પરિવારને રોકીને કંઈ તમારી સાથે થોડો ફોટો પડાવીશ?’ વિદેશમાં શિફ્ટ થવાની અટકળો ચાલી રહી છે.
નોંધનયી છે કે, મીડિયામાં ઘણા સમયથી એવી ચર્ચા થઈ રહી છે કે અનુષ્કા અને વિરાટ લંડન શિફ્ટ થઈ ગયા છે. દંપતીએ લંડનમાં પુત્ર અકાયનું પણ સ્વાગત કર્યું હતું, જે બાદ આ અટકળો તેજ થઈ ગઈ છે. હાલમાં જ અનુષ્કા શર્મા એક એડ માટે ભારત પરત ફરી હતી અને હવે આ કપલ ફરી એકવાર પોતાના બાળકો સાથે વિદેશ જવા રવાના થઈ ગયું છે. અનુષ્કાએ પોતાના પુત્રની પહેલી ઝલક બતાવી
અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલીના જન્મદિવસ પર પુત્ર અકાયની પ્રથમ ઝલક શેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોમાં વિરાટ કોહલી તેના બે બાળકો સાથે જોવા મળ્યો હતો. જો કે આ ફોટામાં તેના બંને બાળકોના ચહેરા દેખાતા ન હતા.