back to top
Homeબિઝનેસવિસ્તરણ યોજના:ભારતની ફ્રેશ ફૂડ બ્રાન્ડ iD ફ્રેશ ફૂડનું અમદાવાદમાં આગમન

વિસ્તરણ યોજના:ભારતની ફ્રેશ ફૂડ બ્રાન્ડ iD ફ્રેશ ફૂડનું અમદાવાદમાં આગમન

તાજા, કુદરતી ખાદ્ય ઉત્પાદનોમાં ભારતની સૌથી મોટી અને સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ iD ફ્રેશ ફૂડ, મહત્વાકાંક્ષી વૃદ્ધિના માર્ગ પર છે. બેંગ્લોર સ્થિત આ કંપનીએ તેની અખિલ ભારતીય વિસ્તરણ યોજનાના ભાગરૂપે અમદાવાદ સુધી તેના વિસ્તરણની જાહેરાત કરી હતી. જે ગ્રાહકોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે એક વ્યૂહાત્મક પગલામાં, કંપની ઇડલી-ઢોસા બેટર, માલાબાર પરોઠા, વ્હીટ લચ્છા પરોઠા, પનીર, દહીં અને કોફી જેવા ઉત્પાદનોની તેની પ્રશંસનીય શ્રેણીને શહેરમાં રજૂ કરી રહી છે. આ બ્રાન્ડ ટૂંક સમયમાં જ તેની બાકીની ઓફરિંગ જેમ કે મસાલા અને ચટણી બજારમાં લાવવા માંગે છે. આઇડી ફ્રેશ ફૂડના સીઇઓ (ઇન્ડિયા) રજત દિવાકરે જણાવ્યું હતું કે, “અમે અમદાવાદમાં iD ફ્રેશના અધિકૃત, કુદરતી અને પ્રિઝર્વેટિવ-ફ્રી ઉત્પાદનો લાવવા માટે રોમાંચિત છીએ. અમદાવાદ અમારા માટે એક મહત્વપૂર્ણ બજાર છે. ” 2024માં સમગ્ર ભારતમાં વિસ્તરણ માટેની આક્રમક યોજના iDની અભૂતપૂર્વ સફળતાની પૃષ્ઠભૂમિમાં આવી છે. કંપનીએ FY24માં રૂ. 554 કરોડની આવક ઊભી કરી હતી અને નાણાકીય વર્ષ 25માં રૂ. 700 કરોડ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું હતું. હકીકતમાં, કંપનીની ઓપરેટિંગ આવક ગયા વર્ષના રૂ. 340.9 કરોડથી FY24માં 16% વધીને રૂ. 395.76 કરોડ થઈ છે. આઇડી ફ્રેશ ફૂડનો ઉદ્દેશ થોડા મહિનાની અંદર શહેરમાં વિતરણ કેન્દ્રો સ્થાપિત કરવાનો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments