દિવાળી પછી કચ્છમાં પ્રવાસનની સિઝન ખીલી ઉઠે છે પ્રવાસીઓ સફેદ રણ ઉપરાંત જિલ્લાના વિવિધ પર્યટન સ્થળો જોવા માટે આવે છે.જોકે, સ્થાનિકે તંત્રની અણઆવડત અને પ્રવાસન વિભાગની જાહેરાત અને હકીકતમાં ઘણો તફાવત હોવાથી મુલાકાતીઓ નારાજગી વ્યકત કરે છે.આગામી 16 તારીખે પુનમ છે જેથી 14,15 અને 16 તારીખે પૂર્ણ ચંદ્રના પ્રકાશથી કચ્છના રણમાં ચાંદની ખીલી ઉઠે છે આ દિવસોમાં ફુલમૂનનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે પણ ભાડામાં ચલાવાતી લૂંટના કારણે સફેદ રણમાં ફુલમુનનો નજારો માણવો મધ્યમવર્ગ માટે સ્વપ્નસમાન બની ગયું છે. આ અંગેની વિગતો મુજબ,દર વર્ષે અંદાજે 5 લાખ જેટલા પ્રવાસીઓ કચ્છના રણમાં આવે છે ખાનગી તંબુનગરીમાં ફુલમુનના 15 હજારથી વધુ ભાડા વસુલાતા હોવાની દર વર્ષે ફરિયાદ ઉઠે છે જેથી મધ્યમવર્ગને પોષાય તેવી ટેન્ટસીટી હોવી જોઈએ તેવી માંગ ઉઠતા ગુજરાત પ્રવાસન વિભાગે રૂ.50 કરોડના ખર્ચે ધોરડોમાં બીએસએફ ચેકપોસ્ટની પાછળ 450 ટેન્ટ સાથેનું નગર બનાવવાની કામગીરી આરંભી છે અહીં ડોરમેન્ટ્રી સહિતની સુવિધા હોવાથી ઓછા ભાડા હશે.આ વર્ષથી ટેન્ટસિટીનો લાભ મળવાનો હતો પણ હજી કામ ચાલુ છે જે માર્ચ સુધી ચાલશે.પ્રવાસન વિભાગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી આપશે બાદમા સંચાલન માટે ખાનગી કંપનીને જ સોંપવામાં આવશે જે પણ એક હકીકત છે.ચાલુ વર્ષે રણમાં ટેન્ડર લેવા માટે કંપનીઓ વચ્ચે વિવાદ થતા મામલો હાઇકોર્ટમાં પણ પહોંચ્યો હતો.ધોળાવીરા ખાતે ખાનગી તંબુનગરી શરૂ થઈ ચુકી છે ધોરડોમાં 11 મીથી શરૂ થવાની છે હાલમાં દિવાળી વેકેશન છે અને વિકએન્ડમાં જ ફુલમુન હોવાથી પ્રવાહ રહેવાની શક્યતા છે ઓનલાઈન ભાડા ચેક કરતા એક વ્યક્તિનું એક દિવસનું રોકાવાનું લઘુતમ ભાડું 5500 અને મહત્તમ ભાડું તો એક લાખને પાર થઈ જાય છે તેમ છતાં મોટાભાગના ટેન્ટ ફૂલ બતાવે છે ! ઉપરાંત જીએસટી ચાર્જ ચૂકવવા પડે છે આવા સંજોગોમાં મધ્યમવર્ગ તંબુનગરીમાં રોકાઈ શકતો નથી જે વાસ્તવિકતા છે.કચ્છના રણમાં ભાડાના નામે ચલાવાતી લૂંટ બંધ થવી જોઈએ તેવું પ્રવાસીઓ જણાવી રહ્યા છે. સ્થાનિક રિસોર્ટધારકોએ લાજ રાખી : ખાનગી તંબુનગરીમાં બેફામ ભાવ વચ્ચે સ્થાનિકે રિસોર્ટ અને હોમસ્ટે ધારકો સસ્તા તો ન કહી શકાય પણ ખિસ્સાને પરવડે તેવી રકમમાં તંબુ રહેવા ભાડે આપતા હોવાથી લોકો ત્યાં જવાનું પણ પસંદ કરે છે. ટ્રાવેલ ફ્રેન્ડલી થવું પડશે : ધોરડો અને ધોળાવીરામાં માત્ર રણ અને પ્રાચીન અવશેષો નથી અહીં ખરું કચ્છ,કચ્છીયત,કચ્છી કળા,કચ્છી માવો સહિત એવું ઘણું બધું છે જે દુનિયામાં ક્યાંય નથી.સ્થળની કોપી થઈ શકે પણ લાગણીઓની નહીં..પ્રવાસન ટકાવી રાખવા માટે ટ્રાવેલ ફ્રેન્ડલી થવું પડશે. તેમ છતાં મોટાભાગના ટેન્ટ ફૂલ બતાવે છે ! ઉપરાંત જીએસટી ચાર્જ ચૂકવવા પડે છે આવા સંજોગોમાં મધ્યમવર્ગ તંબુનગરીમાં રોકાઈ શકતો નથી જે વાસ્તવિકતા છે.કચ્છના રણમાં ભાડાના નામે ચલાવાતી લૂંટ બંધ થવી જોઈએ તેવું પ્રવાસીઓ જણાવી રહ્યા છે. કમસેકમ ભુજથી દૈનિક એસટી બસની વ્યવસ્થા જોઈએ ભુજથી સફેદ રણ ધોરડો અને રોડ ટુ હેવન,ધોળાવીરા જવા માટે ડાયરેકટ બસની કોઈ વ્યવસ્થા નથી,ખાનગી વાહનો પણ નથી.ખાવડા સુધી જ બસ મળે છે જેથી નાછૂટકે પોતાના વાહન લઈને આવતા લોકો જ આ સ્થળો ફરી શકે છે ખરેખર એસટી વિભાગની ધોરડો, ધોળાવીરા વાયા રોડ ટુ હેવનની બસ સેવા શરૂ કરવી જોઈએ જે લોકોને ઉપયોગી થઈ શકે. { ધોરડો-ધોળાવીરાની ખાનગી તંબુનગરીમાં એક વ્યક્તિને રોકાવાનું એક દિવસનું લઘુતમ ભાડું 5500 છતાં ફૂલ ! સન્ડે બિગ સ્ટોરી 50 કરોડના ખર્ચે બનનારી ગુજરાત પ્રવાસન વિભાગની ટેન્ટસિટીનો લાભ આ વર્ષે નહીં મળે ગુજરાત સરકારે ભાડા પર લાદવું જોઈએ નિયંત્રણ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ટેન્ડર આપી તંબુનગરી ચલાવવા અપાય છે પણ બેફામ ભાડા પર કોઈ અંકુશ નથી ખરેખર ગુજરાત સરકાર,પ્રવાસન વિભાગે ભાડા પર નિયંત્રણ લાદવું જોઈએ તેવી પ્રવાસીઓની માંગ છે.