ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના નડગચોન્ડ ગામના યુવકોમાં રોહિત પ્રકાશભાઈ પવાર અને તેઓની મોટરસાયકલ નંબર GJ.30.C.4866 પર સવાર થઈ સાપુતારા કામ અર્થે ગયા હતા. આ યુવકો કામ પુરૂ કરી સાપુતારાથી પોતાની મોટરસાયકલ પર સવાર થઈ પરત નડગચોન્ડ ગામ જઈ રહ્યા હતા. ત્યારે સાપુતારામાં તળાવના વચોવચ અજાણ્યા વાહાન સાથે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં મોટરસાયકલ ચાલક રોહિત પ્રકાશભાઈ પવારને મોંઢામા ભાગે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક 108ને જાણ કરી નજીકના CHC શામગહાન ખાતે લઈ જવામાં આવેલ હતો, પરંતું બાઈક ચાલક વધુ અને ગંભીર ઇજાગ્રસ્ત હોવાથી તાત્કાલિક જિલ્લા સિવિલ હોસ્પીટલ આહવા ખાતે રિફર કરવામાં આવ્યો. અકસ્માતના બનાવ સંદર્ભે સાપુતારા પોલીસને જાણ મળતા ઘટના સ્થળે પહોંચી અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.