લવકુશ મિશ્રા
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન કોરિડોર પર ટ્રાયલ દરમિયાન દેશમાં બનેલી સેમી હાઈ સ્પીડ ટ્રેન દોડી શકે છે. આ ટ્રેનની સ્પીડ કલાકના 280 કિમીની હશે. જોકે તેની ઓપરેશનલ સ્પીડ શરૂઆતમાં કલાકની 250 કિમી જ રખાશે. ભારત અર્થ મુવર્સ લિમિટેડ (બીઈએમએલ)એ કલાકના 280 કિમીની ઝડપે દોડી શકે તેવી ટ્રેન બનાવવામાં રસ દર્શાવ્યો હતો. કોન્ટ્રાક્ટ પણ તેને જ મળ્યો છે. નેશનલ હાઈ સ્પીડ રેલના અધિકારીઓનું કહેવું છે કે ભવિષ્યમાં કલાકના 280 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી સેમી હાઈ સ્પીડ ટ્રેનને બુલેટ ટ્રેનના રૂટ પર ટ્રાયલ માટે સંપર્ક કરાયો છે. આ માટે રેલવે હકારાત્મક છે અને ભવિષ્યમાં ટ્રાયલ માટે રેલવેએ સંમતિ પણ આપી છે.
હાઈ સ્પીડ ટ્રેનસેટનો ઑર્ડર બીઈએમએલ લિમિટેડને મળ્યો બીએમએલ લિમિટેડને ઇન્ટીગ્રલ કોચ ફૅક્ટરી (આસીએફ), ચેન્નઈએ 2 ટોપ સ્પીડ ટ્રેનસેડની ડિઝાઇન, નિર્માણ અને કમિશનિંગનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. દરેક ટ્રેનના 8 કોચ હશે અને દરેક કોચની કિંમત રૂ 27.86 કરોડ છે, એટલે કુલ રૂ. 866.87 કરોડનો કોન્ટ્રાક્ટ થાય છે. આ પરિયોજના ભારતની હાઈસ્પીડ રેલ યાત્રામાં એક મહત્ત્વનો માપદંડ છે અને તેમાં કલાકના 280 કિમીની પરીક્ષણ ઝડપ સાથે પહેલાં સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત ટ્રેનસેટ સમાવિષ્ટ હશે. બીઈએમએલના બૅંગલુરુ રેલ કોચ પરિસરમાં ટ્રેનસેટ બનાવાશે અને 2026ના અંત સુધીમાં ડિલિવરી કરવાની યોજના છે. બુલેટ ટ્રેન કૉચની વિશેષતા
{ આ ટ્રેનો સંપૂર્ણપણે વાતાનુકૂલિત હશે
{ આરામદાયક અને રોલિંગ સીટ હશે
{ દિવ્યાંગો માટે ખાસ સુવિધાઓ
{ ઓનબોર્ડ માહિતી અપાશે