ડિસીપ્લીનરી અને કોર્પોરેટ અભિગમના ભાગરૂપે નવા વર્ષમાં સિવિલના એડમીન સ્ટાફ માટે ડ્રેશકોડ નિયત કરનારી મહેસાણા સિવિલ રાજ્યની પ્રથમ હોસ્પિટલ બની છે. ઉલ્લેખનિય છે કે, સિવિલ સર્જનથી લઇને નિવાસી તબીબી અધિકારી સહિતનો એડમીનનો 30 જણાનો સ્ટાફ હવે નિયત કલરના નક્કી કરેલા ડ્રેસકોડમાં જ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને અધિકારીઓ તેમજ લોકોને જોવા મળશે. અત્યાર સુધી 350થી વધુનો નર્સથી લઇ તબીબ સહિત અન્ય સ્ટાફ માટે અગાઉથી જ ડ્રેસકોડ સરકાર દ્વારા નક્કી કરાયો છે. મહેસાણા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.ગોપી પટેલ, ડો.પી.પી.પટવા, વહીવટી અધિકારી હરેશ પટેલ અને એએચએ વિશાલ ચૌધરી સહિતની ટીમ દ્વારા એક નવી પહેલના ભાગરૂપે સિવિલના એડમીન સ્ટાફ માટે એક ડ્રેસકોડ નિયત કરવામાં આવ્યો હતો. જેમાં પુરુષો માટે બદામી અને બ્લેક કલરના પેન્ટ, શર્ટ અને મહિલાઓ માટે આજ કલરનો ડ્રેસ શનિવારથી સિવિલ હોસ્પિટલમાં લાગુ કરવામાં આવ્યો છે. સિવિલ દ્વારા રાજ્યમાં સૌપ્રથમ કરવામાં આવેલા ડ્રેસકોડના આ નવીન પ્રયોગથી સારવાર અને મુલાકાત માટે આવતાં તમામ લોકો, અધિકારી, પદાધિકારીઓ કોણ હોસ્પિટલના કર્મચારી છે તેને ઓળખી પોતાની રજૂઆત કે ફરિયાદ માટે ડ્રેસકોડ પહેરેલ વ્યક્તિને સરળતાથી મુશ્કેલીઓ તેમજ અનુભવો રજૂ કરી શકશે. એડમીન સ્ટાફનો ડ્રેસકોડ નક્કી કરનારી મહેસાણા સિવિલ રાજ્યની પ્રથમ હોસ્પિટલ