રોહતાસ ચૌધરીએ 722 પુશઅપ કરી ઈતિહાસ રચ્યો ગાંધીનગરમાં ભારતીય પુશઅપ મેન રોહતાસ ચૌધરીએ ઈતિહાસ રચી દીધો. રોહતાસ ચૌધરીએ 27 કિલો 800 ગ્રામ વજન સાથે માત્ર 1 કલાકમાં એક પગે 722 પુશઅપ કરીને પાકિસ્તાનનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો. પાકિસ્તાન બોડી બિલ્ડર અહમદ અમીનના નામે શરીર પર 27 કિલો 200 ગ્રામ વજન રાખી એક પગે એક કલાકમાં 534 પુશઅપનો કરવાનો રેકોર્ડ છે. બસની બ્રેક ફેલ થતાં સર્જાયો અકસ્માત, 37 યાત્રિકો ઘાયલ અંબાજી નજીક ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો. બસ પલટી મારી જતાં 37 જેટલાં મુસાફરો ઘાયલ થયા છે. યાત્રિકો અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા, તે સમયે ત્રિશુલીયા ઘાટ પર બસને અકસ્માત નડ્યો હતો. સ્પા અગ્નિકાંડના બે આરોપીઓના રિમાન્ડ નામંજૂર સુરત સ્પા અગ્નિકાંડનાં બે-બે આરોપીનાં રિમાન્ડ નામંજૂર કરાયાં છે. જીમ સંચાલક શાહનવાઝ અને સ્પા સંચાલક દિલશાનને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માગણી કરાઈ હતી. જોકે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતાં બન્નેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. જણાવી દઈએ કે, જીમ-સ્પામાં આગ લાગતા બે યુવતીઓના મોત થયા હતા. યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો અમદાવાદના રાણીપમાં એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો. ટ્રેન નીચે આવી જતાં યુવકનું માથું ધડથી અલગ થઈ ગયું. યુવકે સુસાઇડ નોટમાં તે અને તેના પિતા બેકસૂર હોવાનો ઉલ્લેખ કર્યો છે. રાણીપ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આજથી તાના-રીરી મહોત્સવનો થશે પ્રારંભ મહેસાણાના વડનગરમાં આજથી તાના-રીરી મહોત્સવનો પ્રારંભ થશે. જેમાં સંગીત ક્ષેત્રના મહારથીઓ આ મહોત્સવમાં હાજર રહેશે. આજથી બે દિવસ તાના-રીરી સમાધિ સ્થળ પર આ સંગીત મહોત્સવ યોજાશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓની પડાપડી દિવાળી વેકેશન દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પહેલીથી આઠમી નવેમ્બર સુધી 8 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. હજુ આગામી બે દિવસ વધુ પ્રવાસીઓ આવે તેવી શક્યતા છે. ટ્રમ્પની જીત બાદ હીરા ઉદ્યોગને ફરી તેજીનો આશાવાદ અમેરિકામાં ડોનાલ્ડ ટ્ર્મ્પની જીત બાદ સુરતના હીરા ઉદ્યોગમાં ફરી તેજીનો આશાવાદ બંધાયો છે. રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝા-ઈઝરાયલ સંકટ અને વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અનેક ઊથલપાથલના કારણે હીરા ઉદ્યોગ મંદીમાં છે, પરંતુ ટ્રમ્પે આ યુદ્ધને બંધ કરાવવાનું અને વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપિત કરવાનું વચન આપતાં સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રીને મંદીમાંથી બહાર આવવાની આશા છે.