નીલકંઠ વર્ણીની 49 ફૂટની મૂર્તિનું સ્થાપન ગાંધીનગર અક્ષરધામમાં મહંત સ્વામીના હસ્તે નીલકંઠ વર્ણી મહારાજની 49 ફૂટ ઉંચી મૂર્તિની પ્રતિષ્ઠા કરાઈ. મૂર્તિ પ્રતિષ્ઠા વિધિમાં 555 તીર્થોના જળનો ઉપયોગ કરવામાં આવ્યો. શ્રી નીલકંઠ વર્ણી મહારાજના 108 મંગળકારી નામ તેમજ સહજાનંદ નામાવલીનો જપ કરવામાં આવ્યો. વાવમાં નેતાઓ રૂબરૂ જનસંપર્ક સાધવા નીકળ્યા વાવ વિધાનસભા બેઠક માટે પ્રચાર પડઘત શાંત થતાં ભાજપ, કૉંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરતાં જોવા મળ્યા. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર, કૉંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલે રૂબરૂ જનસંપર્ક શરૂ કરી દીધો છે. શિયાળાની ઠંડી 25મી નવેમ્બર બાદ શરૂ થશે ગુજરાતમાં ગરમીમાંથી રાહત આપતો શિયાળો 25મી નવેમ્બર બાદ શરૂ થશે. આગાહીકાર અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે આ વર્ષે ઠંડી છેલ્લા 30 વર્ષના તમામ રેકોર્ડ તોડે તેવી સંભાવના છે. વડોદરાની રિફાઈનરી કંપનીમાં બે-બે બ્લાસ્ટ વડોદરાના કોયલીમાં આવેલી IOCL રિફાઇનરીમાં એક બપોરે અને એક રાત્રે એમ બે પ્રચંડ વિસ્ફોટ થયા. આ બન્ને બ્લાસ્ટ એટલા ભયંકર હતા કે અનેક કિલોમીટર સુધીનો વિસ્તાર ધણધણી ઉઠ્યો. અનેક કિલોમીટરો સુધી ધુમાડાનાં ગોટેગોટા દેખાયા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત તો બેથી વધુ ઘાયલ થયા છે. નિર્ધારિત સમય પૂર્વે જ લીલી પરિક્રમાનો પ્રારંભ યાત્રિકોની ભારે ભીડને કારણે જૂનાગઢમાં લીલી પરિક્રમા ગઈકાલથી જ શરૂ કરી દેવામાં આવી. દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે તેના નિર્ધારિત સમય કરતા બે દીવસ પહેલા જ શરૂ થઈ. લીલી પરિક્રમમાં ભાગ લેવા માટે યાત્રિકો મોટી સંખ્યામાં ઉમટતા વન વિભાગે જંગલના દરવાજા ખોલી નાખ્યાં. આ વર્ષે પરિક્રમાનો વિધિવત પ્રારંભ આજે એટલે કે 12 નવેમ્બરનાં રાત્રિના 12 વાગ્યાથી થશે. ડેમમાં કાર ખાબકતા બે યુવકોના ડૂબી જવાથી મોત સાબરકાંઠાના વિજયનગરનાં ડેમમાં કાર ખાબકતાં બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં. કારચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર ડેમમાં ખાબકી હતી. જે બાદ કારના દરવાજા ઓટો લોક થઈ જતાં બન્ને યુવકો નીકળી જ ન શક્યા… પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ જીવન ટૂંકાવ્યું અમદાવાદમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ જીવન ટૂંકાવ્યું. ઘાટલોડિયા વિસ્તારમાં બનેલા આ બનાવ અંગે પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી પોલીસની ધરપકડ કરી છે.